• Home
  • News
  • ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અભિનેતા નરેશ કનોડિયાનું 77 વર્ષે નિધન, UN મહેતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
post

20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-27 09:44:05

આજે ગુજરાતી ફિલ્મોના પ્રશંસકો માટે એક દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. લાખો પ્રશંસકોના દિલ પર રાજ કરનાર ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાનું કોરાનાથી નિધન થયું છે. યુએન મહેતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાએ 77 વર્ષીય ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે.

તમને જણાવીએ કે, 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયાએ પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.

નરેશ કનોડિયાએ ભાગ કોરોનાતારો બાપ ભગાડેગાઈને ઢોલ વગાડ્યો હતો

આ પહેલા દેશ અને ગુજરાતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ઢોલ વગાડીને ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગતારો બાપ ભગાડેગીત ગાઇને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post