• Home
  • News
  • ગુજરાતી ઇન્વેસ્ટરોએ અંદાજે રૂ. 1 લાખ કરોડ ગુમાવ્યા; અદાણી, ટોરેન્ટ, ઝાયડસ, અરવિંદ ગ્રુપના શેર્સ 9% સુધી તૂટયા
post

કેમિકલ, ફાર્મા, ટેક્સટાઇલ અને IT કંપનીઓમાં ઘટાડો

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-25 10:32:17

મુંબઈ: ભારતીય શેરબજારોમાં સોમવારે દિવસ દરમિયાન કડાકો બોલી ગયો હતો. જાણકારોના મતે શેરબજાર તૂટતાં સોમવારે ગુજરાતી રોકાણકારોએ અંદાજે રૂ. 1 લાખ કરોડ ગુમાવ્યા છે. આજે ભારતીય ઇક્વિટીમાં સમગ્ર બજારમાં વેચવાલીનું તીવ્ર દબાણ જોવા મળ્યું હતું, કારણ કે બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 2.70% અને સેન્સેક્સ 2.62% ઘટ્યો હતો. એની પાછળ ગુજરાતની અદાણી, ટોરેન્ટ, ઝાયડસ, અરવિંદ, ઈન્ફિબીમ સહિતની કંપનીઓના સ્ટોક્સમાં પણ 9% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

સ્ટોક માર્કેટમાં 10% હિસ્સેદારી ગુજરાતની
લક્ષ્મીશ્રી ઈન્વેસ્ટમેન્ટ્સ એન્ડ સ્ટોક બ્રોકિંગના વેસ્ટ ઝોનના વાઇસ-પ્રેસિડેન્ટ વિરલ મહેતાએ કહ્યું હતું કે શેરબજારમાં રોકાણના મામલે ગુજરાત પહેલેથી જ ઘણું આગળ છે. ભારતીય સ્ટોક માર્કેટમાં ગુજરાતીઓની હિસ્સેદારી 10%ની આસપાસ છે. આજે સોમવારે માર્કેટ ક્રેશ થતાં માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 9.50 લાખ કરોડનું ધોવાણ થયું છે, એ હિસાબે ગુજરાતી રોકાણકારોએ અંદાજે રૂ. 80,000 કરોડથી રૂ. 1 લાખ કરોડ ગુમાવ્યા હોઈ શકે છે. ભારતીય શેરબજારમાં 1 કરોડથી વધુ રોકાણકારો ગુજરાતીમાં છે.

ગુજરાતી કંપનીઓ જે સેક્ટરમાં છે એમાં વેચવાલીનું દબાણ
ઈન્વેસ્ટ અલાઈન સિક્યોરિટીઝના કો-ફાઉન્ડર ગુંજન ચોકસીએ જણાવ્યું હતું કે ગુજરાતની કંપનીઓ જે સેક્ટરમાં સક્રિય છે એ તમામ ક્ષેત્રો અને શેરોમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું અને નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના પગલે અહીંની કંપનીઓના શેર્સમાં પણ નકારાત્મકતા જોવા મળી હતી. વર્તમાન બજારના વલણને જોતાં એ આગામી દિવસોમાં પણ આ કંપનીઓમાં અસ્થિર રહી શકે છે.

અદાણી, ઝાયડસ અને ટોરેન્ટ ગ્રુપના શેર્સ તૂટયા
બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE)ના આંકડા પ્રમાણે, માર્કેટમાં ક્ષેત્રો લાલ રંગમાં બંધ થયા હતા, જેમાં ગુજરાત સ્થિત કંપનીઓ પણ સામેલ હતી. ગુજરાતના જાણીતા બિઝનેસ ગ્રુપ અદાણી, ટોરેન્ટ, ઝાયડસ અને અરવિંદ ગ્રુપની કંપનીઓના શેર્સમાં 1%થી લઈને 9% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. એસ્ટ્રાલ પોલીમાં સૌથી વધુ 9% જેવો ઘટાડો હતો, જ્યારે ઝાયડસ વેલનેસમાં 1% ઘટાડો હતો.

સ્મોલ અને મીડિયમ કેપ કંપનીઓના સ્ટોક્સ પણ ઘટયા
આંકડા જોઈએ તો ગુજરાતની ઓછી જાણીતી સ્મોલ અને મીડિયમ કેપ કંપનીઓના શેર્સ પર પણ શેરબજારના નેગેટિવ વલણની અસર જોવા મળી હતી. એશિયન ગ્રેનિટો, એલેમ્બિક ગ્રુપ, સિમ્ફની, મેઘમણિ, અતુલ ઓટો, કિરી ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓના સ્ટોક્સમાં વેચવાલીનું પ્રેશર રહ્યું હતું, જેના પરિણામે એમાં 2-6% જેવો ઘટાડો થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post