• Home
  • News
  • ગલ્ફ પેટ્રોલિયમ્સ ગુજરાતના વલસાડમાં ઔદ્યોગિક લ્યુબ્રિકન્ટ ગ્રીનફિલ્ડ પ્લાન્ટમાં રૂ. 100 કરોડનું રોકાણ કરશે
post

આ પ્લાન્ટમાં 300,000 કિલો લિટરથી વધારે લ્યુબ્રિકન્ટનું પ્રોસેસિંગ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 09:09:25

અમદાવાદ: ભારતમાં અગ્રણી ઓટોમોટિવ અને ઔદ્યોગિક લ્યુબ્રિકન્ટ તથા યુએઈ સ્થિત ગલ્ફ પેટ્રોલિયમ્સ ગ્લોબલ ગ્રૂપની કંપની જીપી પેટ્રોલિયમ્સ લિમિટેડે (GPPL) ગુજરાતનાં સરોન્ડામાં નવા અદ્યતન પ્લાન્ટમાં રૂ. 100 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે, જેનો આશય 300,000 કિલો લિટરથી વધારે લ્યુબ્રિકન્ટનું પ્રોસેસિંગ કરવાનો છે, જે કંપનીને ભારતીય લ્યુબનાં બજારનાં સંપૂર્ણ રેન્જમાં કામગીરી કરવા સક્ષમ બનાવે છે. આ GPPLનો દેશમાં બીજો બ્લેન્ડિંગ પ્લાન્ટ હશે તથા ઓટોમોટિવ અને ઔદ્યોગિક લ્યુબ્રિકન્ટ્સની સંપૂર્ણ વેલ્યુ ચેઇન ઉપરાંત સ્પેશિયાલ્ટી વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરશે. અત્યારે કંપની મુંબઈ નજીક વસઈમાં પ્લાન્ટ ધરાવે છે, જેની વાર્ષિક ક્ષમતા 80,000 મેટ્રિક ટન છે અને 15,000 ટનની સ્ટોરેજ સુવિધા ધરાવે છે, જે ભારતીય ઉદ્યોગમાં સૌથી વધુ ક્ષમતાઓ પૈકીની એક છે.

જીપીપીએલનાં સીઇઓ પ્રશાંત અચરે કહ્યું હતું કે, અમે જીપીપીએલમાં ભારતીય લ્યુબ્રિકન્ટ ઉદ્યોગની વૃદ્ધિને લઈને આશાવાદી છીએ અને આ નવી સુવિધા અમારા વૃદ્ધિ એન્જિનને વેગ આપશે, જે ટિઅર 2 અને 3 શહેરો અને નગરોમાં ઓટોમોટિવ સેગમેન્ટમાં નેતૃત્વ કરશે. અમે સંપૂર્ણ ભારતમાં 500થી વધારે વિતરકો સાથે મજબૂત પાર્ટનરશિપ ધરાવીએ છીએ, જેનાથી આગામી થોડા વર્ષોમાં અમારી ક્ષમતા વધશે.

જીપી ગ્લોબલ ગ્રૂપનાં લ્યુબ્રિકન્ટ્સ અને બેઝ ઓઇલનાં ગ્લોબલ હેડ સુદીપ શ્યામે કહ્યું હતું કે, નવો પ્લાન્ટ ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક રુટ એમ બંને દ્વારા દુનિયાભરમાં 500 મિલિયન લિટર લ્યુબ્રિકન્ટનું ઉત્પાદન કરવાની અને વેચાણ કરવાની અમારી આંતરરાષ્ટ્રીય વૃદ્ધિ વ્યૂહરચનાનો ભાગ છે. ભારત જીપી ગ્લોબલ માટે અતિ મહત્ત્વપૂર્ણ બજાર છે અને અમને વિશ્વાસ છે કે, અમે આગામી વર્ષોમાં ઓટોમોટિવ અને ઔદ્યોગિક એમ બંને સેગમેન્ટમાં વધારે બજાર હિસ્સો મેળવીશું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post