• Home
  • News
  • અમેરિકા / ટ્રમ્પ પ્રશાસને H-1B વિઝા એપ્લિકેશન ફી 700 રૂપિયા વધારી, કહ્યું- આનાથી સિલેક્શન પ્રક્રિયા સરળ બનશે
post

અમેરિકન નાગરિકતા-ઈમિગ્રેશન સર્વિસ પ્રમાણે, ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમને લાગુ કરવા માટે આ ફી લેવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-08 10:56:09

વોશિંગ્ટનઃ અમેરિકાએ H-1B વિઝા માટે એપ્લિકેશન ફી 10 ડોલર(અંદાજે 700 રૂપિયા) વધારી દીધી છે. આ ફી નોન-રિફંડેબલ હશે. અમેરિકન નાગરિકતા અને ઈમિગ્રેશન સર્વિસ (USCIS)એ ગુરુવારે કહ્યું કે, આ ફીના આધારે ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમને (ERS)પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. આનાથી આવનારા સમયમાં H-1B વિઝા માટે લોકો સિલેક્શનમાં સરળતા રહેશે.


હાલ ફી કેટલી છે? :
H-1B
વિઝા માટે હાલ અરજી પર 460 ડોલર (અંદાજે 32 હજાર રૂપિયા) લેવામાં આવે છે. આ ઉપરાંત કંપનીઓને છેતરપિંડી અટકાવવા અને તપાસવા માટે 500 ડોલર (અંદાજે 35 હજાર રૂપિયા)વધારે ચુકવવા પડે છે. પ્રીમિયમ ક્લાસમાં 1410 ડોલર(અંદાજે 98 હજાર રૂપિયા)ની વધારે ચુકવણી કરવી પડે છે.


ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમ શું છે? :

·         USCISના જણાવ્યા પ્રમાણે, ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમના આધારે અમેરિકામાં ઈમિગ્રેશન પ્રણાલીને આધુનિક બનાવવાની છે. હાલ મેન્યુએલ રજિસ્ટ્રેશન સિસ્ટમ હેઠળ H-1B વિઝા અરજદારની ઘણી જરૂરી તપાસ કરવામાં આવે છે. અરજદારોને તેમના શિક્ષણ અને સ્કિલ્સના આધારે H-1B વિઝા આપવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસનના કહ્યાં પ્રમાણે, આનાથી ઘણી વખત સિલેક્શનમાં છૂટ મળી જાય છે.

·        


ERSના આવ્યા પછી H-1B આટે અપ્લાઈ કરનારાઓને પહેલા સિસ્ટમમાં રજિસ્ટર કરાવવું પડશે. ત્યારબાદ નિર્ણય લેવાશે તે તેમણે H-1B વિઝા આપવાની પ્રક્રિયામાં સામેલ કરવાના છે કે નહીં. USCISના કાર્યવાહક નિયામક કેન કુચિનેલીના કહ્યાં પ્રમાણે, આનાથી ફ્રોડને રોકવા અને યોગ્ય ઉમેદવારોના સિલેક્શનમાં સરળતા રહેશે. USCIS નાણાંકીય વર્ષ 2021થી ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમ લોન્ચ કરી શકે છે.


H-1B વિઝા વિદેશી કર્મચારી : 

અમેરિકા દર વર્ષે વિશિષ્ઠ યોગ્યતા(હાઈ-સિકલ્ડ) વિદેશી કર્મચારીઓને અમેરિકન કંપનીઓમાં કામ કરવા માચે H-1B વિઝા આપી શકે છે. ટેકનીકલ ક્ષેત્રની કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી લાખો કર્મચારીઓની નિમણૂક આની પર આધારિત હોય છે. તાજેતરના અભ્યાસમાં સામે આવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસને ભારતીયોને નિશાન બનાવ્યા છે અને અહીંના કર્મચારીઓના H-1B વિઝા સૌથી વધારે રદ કરાયા છે.


આ નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં વિઝા રદ કરવાની ટકાવારી 24%

અમેરિકન થિંક ટેન્ક નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી દ્વારા કરાયેલા અભ્યાસ પ્રમાણે, વિઝા રદ કરવાની ટકાવારી 2015માં 6% હતી, સાથે જ વર્તમાન નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં આ ટકાવારી 24%એ પહોંચી ગઈ હતી. આ રિપોર્ટ યુએસ સિટીઝનશીપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસેઝ ખાતેથી મળી આવેલા આંકડાઓ પર આધારિત છે.

adv

Related News

post
post
post
post
post
post
post