• Home
  • News
  • ટાટાને Air India સોંપવાથી કરદાતાના રોજના 20 કરોડ રૂપિયા બચશે
post

સતત ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયાને ચલાવવા માટે દરરોજ સરકારી ખજાનામાંથી લગભગ 20 કરોડ રૂપિયા જઈ રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-19 10:59:37

સતત ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયાને ચલાવવા માટે દરરોજ સરકારી ખજાનામાંથી લગભગ 20 કરોડ રૂપિયા જઈ રહ્યા છે, તેથી સરકાર તેને જલદીથી ટાટા જૂથને સોંપવા માંગે છે. સતત ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયાને ચલાવવા માટે દરરોજ સરકારી ખજાનામાંથી લગભગ 20 કરોડ રૂપિયા જઈ રહ્યા છે, તેથી સરકાર તેને જલદીથી ટાટા જૂથને સોંપવા માંગે છે.

ઘણા વિપક્ષી પક્ષો પણ એર ઇન્ડિયાને ખાનગી ક્ષેત્રને સોંપવાની ટીકા કરી રહ્યા છે. પરંતુ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સચિવ તુહીન કાંત પાંડેએ જણાવ્યું હતું કે સરકાર ખોટ કરતી આ એરલાઇનને ચલાવવા માટે દરરોજ 20 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. તુહીન કાંત પાંડેએ કહ્યું, ‘અમે વહેલી તકે આ હેન્ડઓવર કરવા માંગીએ છીએ, કારણ કે એરલાઇન ચલાવવા માટે અમારે દરરોજ 20 કરોડ રૂપિયા ખર્ચવા પડે છે.

તેમણે કહ્યું કે ટાટાને એર ઈન્ડિયાના રૂપમાં કોઈ દુધ આપનારી ગાય મળી નથી, પરંતુ એક એવી એરલાઈન મળી છે જ્યાં તેને હવે ઘણા પૈસાનું રોકાણ કરવું પડશે. ટાટા એક વર્ષ સુધી કોઈપણ કર્મચારીને કાઢી શકશે નહીં અને તે પછી પણ તેણે VRS આપીને કર્મચારીઓને નીકાળવા પડશે.

ઉલ્લેખનીય છે કે આ મહિને સરકારે જાહેરાત કરી હતી કે ટાટા જૂથની કંપની ટેલેસ પ્રાઇવેટ લિમિટેડે સૌથી વધુ 18,000 કરોડ રૂપિયાની બિડ કરીને એર ઇન્ડિયાની બિડ જીતી છે.

કરદાતાઓના નાણાં બચશે

તુહીનકાંત પાંડેએ કહ્યું કે આનાથી રોજ ખર્ચ થઇ રહેલા ટેક્સપેયર્સના પૈસા બચી જશે. ટાટા જૂથ આ માટે 2,700 કરોડ રૂપિયા રોકડ આપશે અને એર ઇન્ડિયાનું 15,300 કરોડનું દેવું ચૂકવશે. આ વર્ષે 31 ઓગસ્ટ સુધીના ડેટા અનુસાર, એર ઇન્ડિયા પર કુલ 61,562 કરોડ રૂપિયાનું દેવું છે. આ દેવાનો 75 ટકા ભાગ 46262 કરોડ રૂપિયા ટાટા સમૂહને સોંપતા પહેલા જ એક સ્પેશ્યિલ પરપજ વ્હીકલ AIAHLને સોંપી દેવામાં આવશે. જે તેની ચુકવણીની વ્યવસ્થા કરશે. એટલે આ દેવું ભારત સરકારના ખજામાથી જ ચુકવવામાં આવશે.

ટાટાને એર ઈન્ડિયાની ઘણી કિમતી પ્રોપર્ટી મળશે નહીં. જેમ કે દિલ્હીની વસંત વિહારમાં હાઉસિંગ કોલોની, મુંબઈના નરીમાન પોઈન્ટ પર એર ઈન્ડિયા બિલ્ડિંગ અને દિલ્હીમાં એર ઈન્ડિયા બિલ્ડિંગ..,AIAHL આ તમામ મિલકતો વેચીને એર ઇન્ડિયાનું દેવું ચૂકવવાનો પ્રયાસ કરશે

 

 

adv

Related News

post
post
post
post
post
post
post