• Home
  • News
  • ભાજપના સ્ટાર પ્રચારકોમાં હાર્દિકની બાદબાકી, અલ્પેશને ટોપ 10મા સ્થાન
post

ભાજપે પ્રથમ તબક્કાના પ્રચારકોને બીજા તબક્કામાંથી દુર રાખી 10 નવા નેતાનો સમાવેશ કર્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-22 18:36:17

અમદાવાદ: શાસક પક્ષ ભાજપ દ્વારા બીજા તબક્કાની ચૂંટણી પ્રચાર માટે ચૂંટણીપંચને આપેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે યુવા નેતા હાર્દિક પટેલને પ્રચારકમાંથી બાદબાકી કરવામાં આવી છે.

ભાજપના ટોપ 10 પ્રચારકો

  • ગોરધન ઝડફિયા
  • અલ્પેશ ઠાકોર 
  • નંદાજી ઠાકોર
  • શંકરભાઈ ચૌધરી
  • ભાર્ગવ ભટ્ટ
  • દેવુસિંહ ચૌહાણ
  • જશવંતસિંહ ભાભોર
  • હીતુ કનોડિયા
  • રમીલાબેન બારા
  • રજની પટેલ

ભાજપ વધુ 10 સ્ટાર પ્રચારકો ઉતારશે

હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે કાર્યકારી પ્રદેશ પ્રમુખ પદે રહી ચુક્યો હતો. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે આ બન્ને નેતા કોંગ્રેસના સ્ટાર પ્રચારક પણ રહી ચુક્યા છે. ભાજપે પ્રથમ તબક્કાના પ્રચારકોને બીજા તબક્કામાંથી દુર રાખી 10 નવા નેતાનો સમાવેશ કર્યો છે. બીજા તબક્કા માટે કુલ 40 સ્ટાર પ્રચારકો રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post