• Home
  • News
  • હાર્દિકની લંડનમાં સર્જરી સફળ રહી, કહ્યું- જલ્દી કમબેક કરીશ
post

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ લંડનમાં સફળતાપૂર્વક સર્જરી કરાવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-05 16:57:33

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ લંડનમાં સફળતાપૂર્વક સર્જરી કરાવી છે. હાર્દિકને પીઠની નીચેના ભાગમાં દુખાવો થઈ રહ્યો હતો. તેથી તેને સર્જરી કરાવી પડી હતી. તે હવે મિનિમમ 6 મહિના માટે ક્રિકેટથી દૂર રહેશે. 25 વર્ષીય હાર્દિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતાં લખ્યું કે, "સર્જરી સફળ રહી. તમારી પ્રાર્થનાઓ માટે ધન્યવાદ. હું જલ્દી કમબેક કરીશ, ત્યાર સુધી મને યાદ કરો." તે ફોટોમાં હાર્દિક હોસ્પિટલના બેડ પર સૂતો દેખાઈ રહ્યો છે.

ઇજાના લીધે હાર્દિકે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની ટેસ્ટ સીરિઝમાં ભાગ લીધો ન હતો. જોકે તે ટી-20 સીરિઝ રમ્યો હતો. તે બાંગ્લાદેશ સામેની સીરિઝમાં પણ રમશે અને હવે સીધો એપ્રિલ મહિનામાં વાપસી કરી શકે છે. તેને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુએઈમાં એશિયા કપ દરમિયાન પહેલી વાર પીઠની ઇજા થઇ હતી. જોકે તેણે જલ્દી રિકવર કર્યું હતું અને આઇપીએલ અને વર્લ્ડ કપમાં રમ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post