• Home
  • News
  • હર્ષ સંઘવી વિફર્યા:સુરતમાં આવાસમાં ગંદકીને લઈને ગૃહ રાજ્યમંત્રીએ મહિલાઓને કહ્યું- હાથમાં લાકડી લઈને બેસો, તો કોઈ ગંદકી નહીં કરે
post

હર્ષ સંઘવીએ ગંદકી કરનાર સામે કાર્યવાહી માટે આશ્વાસન આપ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-06 17:14:14

સુરત: આજે સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મજુરા વિધાનસભા વિસ્તારમાં આવેલા સુમન આવાસ ખાતે પહોંચ્યા હતા. સુમન આવાસમાં ગંદકીને લઈને મહિલાઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જણાવ્યું હતું. જેથી હર્ષ સંઘવી વિફર્યા હતા અને મહિલાઓને કહ્યું હતું કે, હાથમાં લાકડી લઈને બેસો, તો કોઈ ગંદકી નહીં કરે.

આવાસમાં માવાની પિચકારીઓની ફરિયાદ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુમન આવાસ ખાતે પહોંચતા મહિલાઓ દ્વારા ગંદકીને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. મહિલાઓએ કહ્યું હતું કે, આવાસમાં માવાની પિચકારીઓ મારવામાં આવી રહી છે. ત્યારે હર્ષ સંઘવીએ મહિલાઓને કીધું કે, હાથમાં લાકડી લઈને બેસો, કોઈ માવાની પિચકારીથી બિલ્ડીંગ અને લિફ્ટમાં ગંદકી કરશે નહીં. મહિલાઓએ હર્ષ સંઘવીને આવાસના પુરુષો દ્વારા કરવામાં આવતી ગંદકી અંગે ફરિયાદ કરતા હર્ષ સંઘવીએ કાર્યવાહી માટે આશ્વાસન પણ આપ્યું હતું.

ગ્રાઉન્ડને વ્યવસ્થિત બનાવવા 5 લાખ ગ્રાન્ટ ફાળવી
પુરૂષો દ્વારા કરવામાં આવતી ગંદકી અંગે મહિલાઓ કહ્યું હતું કે, પુરૂષોને કંઈ કહીએ તો ગુસ્સો કરવામાં આવે છે. જેને લઈને હર્ષ સંઘવીએ કાર્યવાહી માટે આશ્વાસન આપતા કહ્યું કે કોઈ તમને હેરાન કરે કે કંઈ કહે તો મને ફોન કરજો. આવાસમાં ગ્રાઉન્ડને લઈને પણ રહીશો દ્વારા કંઈક વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ત્યારે હર્ષ સંઘવીએ ગ્રાઉન્ડને વ્યવસ્થિત બનાવવા 5 લાખ રૂપિયાની તાત્કાલિક ગ્રાન્ટ આપી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post