વિશ્વની નવમી અને ભારતમાં ચોથી તથા ગુજરાતની પ્રથમ હાઇફલાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ સોમવારથી સામાન્ય જનતા માટે ખુલ્લી મુકાશે
વડોદરાવાસીઓ વિમાન જેવી
રેસ્ટોરન્ટમાં બેસીને ખાવાની મજા માણી શકશે. લોકોને આકર્ષવા માટે વડોદરામાં
ગુજરાતની સૌપ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બની છે. હાલ વિશ્વનાં 8 એવાં શહેર છે, જ્યાં એરક્રાફ્ટ
રેસ્ટોરન્ટ ધમધમે છે. હવે વિશ્વનાં વડોદરા સહિત 9 શહેરમાં એરક્રાફ્ટ
રેસ્ટોરન્ટ બની ચૂકી છે. ઉત્તર ભારતમાં પણ પંજાબના લુધિયાણા, હરિયાણા અને
ઉત્તરાખંડમાં આવી એરક્રાફ્ટની રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોટન્ટમાં પ્લેનની જેમ જ
એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 1.40 કરોડના ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ
એરક્રાફ્ટ ખરીદી લીધું હતું. એના એક એક પાર્ટ્સ લાવી અહીં એને રેસ્ટોરેન્ટનો લુક
આપવામાં આવ્યો છે, જેથી હાલ આની કિંમત અંદાજે 2 કરોડ સુધીની છે.
વિશ્વમાં માત્ર આવી નવ
જ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ
વડોદરા શહેર નજીક તરસાલી બાયપાસ પર વિશ્વની નવમી અને ભારતમાં ચોથી અને
ગુજરાતની પ્રથમ હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટનો શુભારંભ થયો છે. વિશ્વમાં માત્ર
આવી નવ જ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલી છે. આ રેસ્ટોરન્ટની શરૂઆત કરનાર મહેબૂબ મુકીએ
જણાવ્યું હતું કે વિશ્વમાં ન્યૂઝીલેન્ડમાં શહેર ટાઉપો, ઘાનાની રાજધાનીનું શહેર
આક્રા, પંજાબના લુધિયાણા, હરિયાણાના મોરી સહિતનાં દુનિયાનાં આઠ એવાં શહેરોમાં આવી એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ
આવેલી છે.
102 વ્યક્તિ
ભોજનનો આસ્વાદ માણી શકે એવી વ્યવસ્થા
હવે વડોદરા તેમજ વડોદરાની આસપાસની જનતા હાઈફ્લાઇ
એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં જમવાનો આનંદ ઉઠાવી શકશે. રિયલ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની
અંદર જે પ્રકારે સુવિધાઓ હોય છે એવી અહીં પણ આપવામાં આવી છે. 102 વ્યક્તિ એકસાથે બેસી ભોજનનો
આસ્વાદ માણી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, ઈટાલિયન, મેક્સિકન અને થાઈ ફૂડની મજા
હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, ઈટાલિયન, મેક્સિકન અને થાઈ ફૂડની મજા
પરિવાર સાથે માણી શકાશે. હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ હાઇવે બાયપાસ રોડ પર આવેલી
હોવાને કારણે મોડી રાત્રિ સુધી ભોજનનો સ્વાદ માણી શકાશે. એરક્રાફ્ટ રેસ્ટોરન્ટના
માલિકે જણાવ્યું હતું કે તેમને આ રેસ્ટોરન્ટ બનાવવામાં ઘણો સમય લાગ્યો છે. તેમણે આ
પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ અચાનક જ કોરોના મહામારી આવવાને કારણે પ્રોજેક્ટ પૂર્ણ
કરવામાં ઘણો સમય વીતી ગયો, જેને કારણે એનો શુભારંભ કરવામાં વિલંબ થયો હતો.
ઓરિજિનલ
એરક્રાફ્ટનું ફીલ આવે એવું બનાવવામાં આવ્યું
તેમણે આ એરક્રાફ્ટની બોડી-મશીનરી ચેન્નઈની એક એવિયેશન કંપની પાસેથી ખરીદી હતી
અને એનું સંપૂર્ણ ઈન્ટીરિયર બોડીને વડોદરા ખાતે લઈ આવ્યા બાદ કરવામાં આવ્યું
હતું.અને એરક્રાફ્ટ રેસ્ટોરન્ટને ઓરિજિનલ એરક્રાફ્ટનું ફીલ આવે એવું બનાવવામાં
આવ્યું છે, જેથી જે પણ પરિવાર એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની અંદર જમવા આવે તો તેમને એરક્રાફ્ટની
અંદર તેઓ જમ્યા છે એવું ફીલ થાય એ રીતનું બનાવવામાં આવ્યું છે.
1.40 કરોડના
ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદ્યુ હતું
હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટના માલિક એમ.ડી.મુખીએ
જણાવ્યું હતું કે ખાસ કરીને સામન્ય માણસને એરક્રાફ્ટમાં બેસવાનો મોકો નથી મળ્યો તો
કેમ નહીં એરક્રાફ્ટની અંદર રેસ્ટરોરન્ટ શરૂ કરીએ. જેથી કરીને બેંગલુરુની નેગ કંપની
પાસેથી સ્ક્રેપની હાલતમાં 1 કરોડ 40 લાખના ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદ
કર્યું હતું, પરંતુ કોરોના આવી જતાં લોકડાઉન
લાગ્યું અને દોઢ વર્ષ વીતી ગયું. એના એક-એક પાર્ટ્સ લાવી અહીં એને રેસ્ટોરેન્ટનો
લુક આપવામાં આવ્યો છે, જેથી હાલ આની કિંમત અંદાજે 2 કરોડ સુધીની છે. આ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં 102
વ્યક્તિની કેપેસિટી છે.
પ્લેન ટેકઓફ થાય અને વાઈબ્રેશન થાય એ પ્રકારની અનુભૂતિ થશે
ખાસ એ છે આમાં રિયલ એરક્રાફ્ટનો અહેસાસ થશે.લોકો
અહીં આવશે તો રિયલ એરક્રાફ્ટમાં જે પ્રમાણે એરહોસ્ટેસ્ટ હોય એવો જ સ્ટાફ અહીં
રાખવામાં આવ્યો છે, સાથે આ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં જેમ રિયલ એરક્રાફ્ટમાં એનાઉન્સમેન્ટ કરવામાં
આવે છે એ પ્રકારે એનાઉન્સમેન્ટ થશે. જે રીતે પ્લેન ટેકઓફ થાય છે અને એક વાઈબ્રેશન
થાય એ પ્રકારની અનુભૂતિ પણ અહીં લોકોને થશે. રિયલ એરક્રાફ્ટમાં સફર કરવાની અનુભૂતિ
આ એરક્રાફ્ટમાં થશે. સોમવારે સામાન્ય લોકો માટે આ રેસ્ટોરન્ટ ખુલ્લી મુકાશે.