• Home
  • News
  • તમે રાજસ્થાનના જાણીતા સિંગર નીતા નાયકનું આ સોંગ સાંભળ્યું કે નહીં?
post

રાજસ્થાનના નાનકડા ગામ એવા જાવલના વતની અને જાણીતા સિંગર એવા નીતા નાયકનું ગીત કંચન કાયા સોશિયલ મીડિયા પર હાલ લોન્ચ કરવામાં આવ્યું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-10 14:24:45

અમદાવાદ:

નીતા નાયકનું નામ યાદ આવે એટલે રાજસ્થાની સંસ્કૃતિની તમામ ઝલકને રજૂ કરતું વ્યક્તિત્વ આંખો સમક્ષ તરી આવે. સુમધુર રાજસ્થાની ભાષામાં રજૂ થતાં તેમના ભજન સાંભળવા માટે દૂરદૂરથી લોકો આવે છે. હાલમાં તેમનું સોશિયલ મીડિયામાં કંચન વાળી કાયા રે સોંગ રિલીઝ થયું છે. જેમાં તમને નીતા નાયકના સુંદર અને કર્ણપ્રિય અવાજ સાંભળવા મળશે.આ ભજન સાંભળવા માટે ક્લિક કરો આ લિંક.

https://www.youtube.com/watch?v=qrxB3Suuqy4

કોણ છે નીતા નાયક:

નીતા નાયકનો જન્મ રાજસ્થાનના અંતરિયાળ ગામ એવા જાવલમાં થયો છે. નાની ઉંમરેથી જ તેમને ભજન અને ધાર્મિક ગીતમાં વધુ રસ હતો. જેના કારણે તેઓ નાની ઉંમરથી જ ભજન કાર્યક્રમમાં જતા. અને પોતાનું પરફોર્મન્સ આપતા. આજે તેમના ગીત માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ આખા ભારતમાં જાણીતા છે.

કયા-કયા ગીતમાં તેમણે અવાજ આપ્યો:

નીતા નાયકે અત્યાર સુધી અનેક આલ્બમ અને ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. જેમાં ફાગન આયો દેવરિયા, ખાટી છાછ કી ભરી રાત, ગોરી પિલી લુગડીવાલી, બન્ક્યા માતા કી મહિમા, કાલુ ખેડા મેં થારો દેવરો, લીછમા ગુજરી રો માયરો રામદેવજી કથા, કલયુગ રો લાલ, ચાલો ચાલો રે ભાવલ માતા રે ધામ, સાવરિયા શ્યામ ધણી, ચાલો ચાલો રે કેવાઈ માતાજી રે ધામ, રુણિચા કે ચલા પૈદલ યાત્રા, મોહન ખેડા મેં ભીડ ધણી, આયો મેળો રૂણિચે ચાલોનો સમાવેશ થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post