• Home
  • News
  • પોલીસનો નવતર પ્રયોગ:દહેગામ પાસે ખીલા મૂકી કારને પંક્ચર પાડી દારૂ પકડ્યો
post

2.70 લાખનો દારૂ-બિયર પકડાયો, એકની ધરપકડ, બે નાસી છૂટ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-23 11:15:22

દહેગામ પોલીસે તાલુકાના શિયાવાડા ગામ નજીકથી બાતમીના આધારે વોચ ગોઠવી બે ઈનોવામાં લઈ જવાતા રૂપિયા 2.70 લાખનો ઇંગ્લિશ દારૂ તથા બિયર ઝડપી પાડી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જો કે, અન્ય બે આરોપી નાસી છૂટ્યા હતા. પોલીસે દારૂ પકડવા ખીલા બોક્સની આડસ મૂકી હતી. ઈનોવા તેના પરથી પસાર થતાં ટાયર પંક્ચર થઈ ગયું હતું. જો કે, ડ્રાઈ‌વર ખેતરમાંથી નાસી છૂટ્યો હતો.

પોલીસને બાતમી મળી હતી કે શિયાવાડા ગામથી શિયાવાડા કૂઈ ચોકડી પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલી ઈનોવા કાર પસાર થવાની છે. કાર આવતા પોલીસે તેને રોકી હતી તે દરમિયાન ગાડીનો ચાલક સંજય બારોટ નાસી છૂટયો હતો જ્યારે તેમાં બેઠેલો અન્ય આરોપી સતિષ નિનામા ઝડપાઈ ગયો હતો. કારમાંથી પોલીસને જુદી જુદી બ્રાન્ડનો રૂપિયા 1,34, 400 ની કિંમતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે બે ઈનોવા સહિત કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post