• Home
  • News
  • Healthy Racipe: હાર્ટ અટેકથી બચવા માટે ડાયેટમાં લો અખરોટ-બદામ, આવી રીતે બનાવો ડ્રાય ફ્રૂટ્સ શેક
post

હ્યદય રોગથી બચવા માટે ડાયેટમાં અખરોટ અને બદામનો સમાવેશ કરવો ફાયદાકારક હોય છે. એવામાં તમે તેનો હેલ્થી શેક પીવાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે. સાથે જ બ્લડ શુગર લેવલ અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલ રહે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-21 18:45:25

Almond Walnut shake Racipe: અખરોટ અને બદામમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં મળી રહે છે. અખરોટ અને બદામ ખાવાથી મગજ તેજ કરવાની સાથે હ્યદય રોગથી બચવા માટે ડાયેટમાં અખરોટ અને બદામનો સમાવેશ કરવો ફાયદાકારક હોય છે. તેમાં રહેલું પોટેશિયમ હ્યદયને સ્વસ્થ રાખવામાં મદદગાર છે. સાથે જ તેના સેવનથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. ત્યારે કેવી રીતે ડ્રાય ફ્રૂટ્સનો શેક બનાવશો.

સામગ્રી:
4
અખરોટ
7
બદામ
7-8
કાજુ
1
ચમચી મધ
1
ગ્લાસ દૂધ
કેસરની થોડી પત્તી

કેવી રીતે બનાવશો ડ્રાય ફ્રૂટ્સ શેક:
1.
સૌથી પહેલાં દૂધને ઉકાળીને ઠંડુ કરી લો
2.
એક પ્લેટમાં કાજુ, બદામ અને અખરોટને તોડીને મિક્સ કરી દો
3.
મિક્સરમાં કાજુ, બદામ, અખરોટ અને દૂધ મિક્સ કરીને ગ્રાઈન્ડ કરી લો
4.
હવે તેને ગ્લાસમાં કાઢ્યા પછી મધ મિક્સ કરો
5.
અખરોટ બદામનો શેક તૈયાર
6.
ઉપરથી કેસર મિક્સ કરીને તેને સર્વ કરો

 

adv

Related News

post
post
post
post
post
post
post