• Home
  • News
  • ચોથી ટેસ્ટમાં થઈ શકે છે રનનો ઢગલો:ટીમ ઇન્ડિયા મેચને ડ્રો કરીને પણ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચશે, બુમરાહની ગેરહાજરીમાં સિરાજને મળી શકે છે તક
post

ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ 4 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-03 10:58:25

ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ચોથી ટેસ્ટમાં રનનો ઢગલો થઈ શકે છે. આવું શ્રેણીની પ્રથમ ત્રણ ટેસ્ટમાં જોવા મળ્યું નહોતું. 4 ટેસ્ટની શ્રેણીની ફાઇનલ મેચ 4 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઇન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે અંતિમ ટેસ્ટ જીતવી અથવા ડ્રો કરાવવી જરૂરી છે.

આ જ કારણ છે કે આ મેચ બેટિંગ પિચ પર રમવામાં આવી શકે છે. જ્યાં 5 દિવસ સુધી રમત ચાલશે. તેમાં ડ્રોનો ચાન્સ વધારે હશે. ત્રીજી ટેસ્ટમાં રેન્ક ટર્નર બનાવવા પર ભારતની ટીકા થઈ હતી. તેમજ અંતિમ ટેસ્ટમાંથી નામ પાછું ખેંચનાર જસપ્રીત બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક મળી શકે છે. બુમરાહે અંગત કારણોસર ટેસ્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

ડે-નાઈટ ટેસ્ટ બે દિવસમાં પતી ગઈ હતી
ભારતે શ્રેણીની ત્રીજી ટેસ્ટ (ડે-નાઈટ) બે દિવસમાં જીતી લીધી હતી. અહીં 30માંથી 28 વિકેટ સ્પિનર્સે લીધી હતી. મેચ પછી ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન માઈકલ વોન સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટર્સે પિચની ટીકા કરી હતી. જોકે, સુનિલ ગાવસ્કર, વિવિયન રિચાર્ડસ સહિત અનેક દિગ્ગજોએ સપોર્ટ પણ કર્યો હતો.

સ્પિન પિચથી દાવ ઊંધો પડવાનો ડર: અતુલ વાસન
પૂર્વ ભારતીય ક્રિકેટર અતુલ વાસને ભાસ્કરને કહ્યું કે, 'સ્પિન પિચ બનાવવાથી ભારતીય ટીમનો દાવ ઊંધો પડી શકે છે. કારણકે ગઈ ટેસ્ટમાં ઇંગ્લિશના સ્પિનર્સ સામે ભારતીય બેટ્સમેનોએ પણ સંઘર્ષ કરવો પડ્યો હતો. દાવ ઊંધો પડ્યો તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું પણ મુશ્કેલ થઈ જશે.

વાસને કહ્યું કે, વર્તમાન સમયમાં સારા બેટ્સમેન, ફાસ્ટ બોલર અને સ્પિનર્સ સાથે ભારતીય ટીમ ઘણી સંતુલિત છે. તેવામાં ટીમ ઇન્ડિયાએ ડરવાની જરૂર નથી. પિચ એવી બને કે જેમાં બેટ્સમેન અને ફાસ્ટ બોલર્સ બંને માટે કંઈક હોય. બોલ સ્વિંગ પણ થાય અને અંતિમ દિવસોમાં સ્પિન પણ થાય. મારુ માનવું છે કે ટીમ ઇન્ડિયા પાસે સારા સ્પિનર છે. જો સ્પિનર્સને પિચથી વધુ મદદ નહીં મળે તો પણ તેઓ સારી બોલિંગ કરવા સક્ષમ છે.

સ્પિનર્સ અને બેટ્સમેન માટે મદદગાર પિચ પર થશે મેચ
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ કહ્યું કે, 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11 પિચ (5 રેડ અને 6 બ્લેક સોઇલ)ની છે. ડે-નાઈટ ટેસ્ટ પિચ નંબર-5 રમવામાં આવી હતી, જે રેડ સોઇલથી બની હતી. અહીં મેચ 6 સેશન પણ નહોતી ચાલી. જોકે, અંતિમ ટેસ્ટ પિચ નંબર-4 રમવામાં આવશે. તેને માર્ક કરવામાં આવી છે. આ પિચ રેડ સોઇલથી બનાવવામાં આવી છે, જ્યાં સ્પિનર્સ સાથે બેટ્સમેનને પણ કાફી મદદ મળશે.'

તેમણે કહ્યું કે, 'સ્ટેડિયમમાં 6થી 11 સુધીની પિચને બ્લેક સોઇલથી બનાવવામાં આવી છે. નંબર-6ની વિકેટ ફ્લેટ છે, જ્યાં રનનો ઢગલો થઈ શકે છે. ડે-નાઈટ ટેસ્ટની ટીકા પછી લાગતું હતું કે મેચ આ પિચ પર રમવામાં આવે છે. પરંતુ તેવું થઈ નથી રહ્યું. મેચ રેફરી જવાગલ શ્રીનાથને હાજરીમાં પિચ નંબર-4ને કવર કરવામાં આવી છે.'

રન બનશે, 5 દિવસ પણ ચાલી શકે છે મેચ
અધિકારી અનુસાર, રેડ સોઇલથી મેચ થવા પર સ્પિનર્સ અને બેટ્સમેન બંનેને મદદ મળી શકે છે. પિચ પર થોડી ઘાસ છોડવામાં આવી શકે છે જેનાથી પ્રથમ બે દિવસે ફાસ્ટ બોલર્સ અને બેટ્સમેન બંનેને મદદ મળે. તેનાથી પિચ જલ્દી તૂટશે. તેવામાં આ મેચ 5 દિવસ પણ ચાલી શકે છે. પિચ પર ટાઈમ સ્પેન્ડ કરનાર બેટ્સમેન મોટો સ્કોર કરી શકશે.

ડે-નાઈટ ટેસ્ટ પણ રેડ સોઇલથી બનેલી પિચ પર રમાઈ હતી. તે મેચ પિન્ક બોલથી થઈ હતી, જેના કારણે ટર્ન વધુ થઈ રહ્યો હતો. ત્યારે ડ્યું ફેક્ટર પણ જોવા મળ્યો હતો. હવે ટેસ્ટ રેડ બોલથી રમાશે. તેથી અંતિમ ટેસ્ટમાં બેટ્સમેન અને બોલર વચ્ચે સંતુલન જોવા મળશે.

ટીમ ઇન્ડિયા ડ્રો નહી, પરંતુ જીત માટે રમે: અયાઝ મેમણ
ક્રિકેટ સ્પેશિયાલિસ્ટ અયાઝ મેમણે ભાસ્કરને કહ્યું કે, મારુ માનવું છે કે ટીમ ઇન્ડિયાએ ડ્રો માટે ન રમવું જોઈએ. ટીમે પોતાની સ્પિન તાકાત સાથે જ મેચ જીતવા મેદાને ઉતરવું જોઈએ. જો ટીમ ડ્રો માટે રમે તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેવામાં ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમવાની તક પણ ગુમાવી પડી શકે છે. ભારતીય ટીમની તાકાત સ્પિનર છે અને તેમના પર જ ભરોસો દાખવવો જોઈએ.

દરેક ટીમ હોમ એડવાન્ટેજ લે છે: દલજિત સિંહ
પૂર્વ પિચ ક્યુરેટર દલજિત સિંહે કહ્યું કે, "હું 22 વર્ષ સુધી BCCIનો પિચ ક્યુરેટર રહ્યો. હોમ સીરિઝમાં મેચ ભલેને ગમે ત્યાં હોય પિચ સ્પિન બોલર્સને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે છે. કોઈપણ યજમાન ટીમ હોમ કંડિશન્સનો એડવાન્ટેજ લેવા માગે છે. બધા પોતાના અનુસાર પિચ તૈયાર કરે છે. મારુ માનવું છે કે ટેસ્ટમાં પિચ એવી હોવી જોઈએ જેના પર 5 દિવસ મેચ ચાલે અને મેચમાં રોમાંચ રહે."

ટીમ ઇન્ડિયાના પ્લેયર્સે નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. BCCIએ સોશિયલ મીડિયા પર આનો વીડિયો શેર કર્યો છે. તેમાં કપ્તાન વિરાટ કોહલી, અજિંક્ય રહાણે બેટિંગ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા. કોચ રવિ શાસ્ત્રી રોહિત શર્મા સાથે વાત કરતા જોવા મળ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post