• Home
  • News
  • SC માં થશે સુનાવણી: EVMમાં પક્ષનું ચિહ્ન નહી, ઉમેદવારનો ફોટો લાયકાત દર્શાવો
post

એસોસીએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ (ADR)ના આંકડા ટાંકી આ અરજીમાં જણાવાયું છે કે અત્યારે 539 સાંસદોમાંથી 233 એટલે કે 43 ટકા સામે કીમીનલ કેસ થયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-29 19:09:14

નવી દિલ્હી: ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન (EVM) ઉપર ઉમેદવારના નામની સાથે રાજકીય પક્ષના ચૂંટણી ચિહ્નના બદલે ઉમેદવારનો ફોટો, તેની ઉંમર, શૈક્ષણિક લાયકાત જેવી વિગતો મૂકવા માટે ચૂંટણી પંચને આદેશ આપતી એક અરજી ઉપર સોમવારે સુપ્રીમ કોર્ટની ખંડપીઠ સુનાવણી હાથ ધરશે. 

અરજદારની દલીલ છે કે આ નવી પદ્ધતિથી મતદાર પોતાના ક્ષેત્રમાંથી એવી વ્યક્તિને મત આપશે જે શિક્ષિત હોય, પ્રમાણિક હોય. આ પ્રણાલીથી રાજકીય પક્ષનો ટીકીટ ફાળવવાનો એક હથ્થુ અધિકાર પણ નકામો થઇ જશે. 

એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે કરેલી આ અરજીમાં એવી પણ માંગ છે કે EVM ઉપર પક્ષનું ચિહ્ન દર્શાવવું ગેરકાયદેસર અને ગેરબંધારણીય પણ જાહેર કરવામાં આવે. આ કેસની સુનાવણી ચીફ જસ્ટીસ યુ યુ લલિત, જસ્ટિ એસઆર ભટ્ટ અને જસ્ટીસ બેલા ત્રિવેદીની ખંડપીઠ સમક્ષ આવી છે. 

દેશમાં ગુનેગારોનું રાજકારણમાં પ્રવેશવું અત્યારે સરળ થઇ ગયું છે અને તેના કારણે જો મતદારને ચિહ્નના બદલે ઉમેદવારના નામ, તેની લાયકાત અને તેના ફોટાનો ઉપયોગ કરી મતદાન કરવાની છૂટ આપવામાં આવે તો ફાયદો થશે એવી દલીલ કરવામાં આવી છે. 

એસોસીએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ (ADR)ના આંકડા ટાંકી આ અરજીમાં જણાવાયું છે કે અત્યારે 539 સાંસદોમાંથી 233 એટલે કે 43 ટકા સામે કીમીનલ કેસ થયા છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી જીતેલા 542 સભ્યોમાંથી 185 સામે ક્રિમીનલ કેસ થયેલા છે જે 2009માં 162 હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post