• Home
  • News
  • રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા, 135 તાલુકામાં વરસાદ, સૌથી વધુ હાલોલમાં 3 ઇંચ તો ચોટીલામાં અઢી ઇંચ
post

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 11:24:18

અમદાવાદ: રાજ્યમાં આજથી એટલે કે 31 જુલાઇથી 4 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વચ્ચે ગત 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 3 ઇંચ અને સુરેન્દ્રનગરના ચોટીલામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 26 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે રાજ્યમાં 31 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પંથકમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 24 કલાકમાં 10 તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લો

તાલુકો

વરસાદ(ઇંચમાં)

પંચમહાલ

હાલોલ

3

સુરેન્દ્રનગર

ચોટીલા

2.5

અરવલ્લી

ધનસુરા

2.2

દેવભૂમિ દ્વારકા

કલ્યાણપુર

2.1

અમરેલી

રાજુલા

2

ગીર-સોમનાથ

કોડિનાર

2

અમરેલી

ખાંભા

1.8

અમરેલી

બગસરા

1.6

બોટાદ

ગઢડા

1.6

જૂનાગઢ

ભેસાણ

1.5

 

adv

Related News

post
post
post
post
post
post
post