• Home
  • News
  • ડેબ્યૂ ફિલ્મ ‘હેક્ડ’માં બોલ્ડ સીન્સ માટે હિના ખાને કર્યું હતું કંઈક આવું! એક્ટ્રેસે કર્યો ખુલાસો
post

હિના ખાન ફિલ્મથી સિલ્વર સ્ક્રીન પર પણ હોટનેસથી આગ લગાવી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-12 09:34:53

ટીવી ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવ્યા બાદ હવે બોલિવૂડમાં ફિલ્મહેક્ડ’(Hacked) થી ડેબ્યૂ કરનારી અભિનેત્રી હિના ખાન(Hina Khan) હાલ તેની ફિલ્મના રિલીઝ બાદ ઘણી ચર્ચામાં છે. આપને જણાવી દઈએ કે હિના તેના ગ્લેમરસ અંદાજ અને સુંદર લુકના કારણે સોશિયલ મીડિયા પર તો સુપરસ્ટાર છે . પરંતુ હવે હિના ખાન ફિલ્મથી સિલ્વર સ્ક્રીન પર પણ હોટનેસથી આગ લગાવી રહી છે.

 

મળતી માહિતી મુજબ હિના ખાને ફિલ્મહેક્ડમાં કેટલાક બોલ્ડ સીન પણ આપ્યા છે. ત્યારે પોતાના બોલ્ડ સીન અંગે હિના ખાને બેધડક વાતો કરી છે. તેને બતાવ્યું કે બોલ્ડ સીન માટે તેને પોતાને કેવી રીતે તૈયાર કરી. મીડિયા રિપોર્ટ મુજબ હિનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,‘હું થોડી હેરાન હતી. રોહન શાહે મારાથી વધારે કામ કર્યું છે. તેથી તેમના માટે સામાન્ય હતું. બોલ્ડ સ્ક્રીપ્ટ સાંભળીને પહેલા મેં ફિલ્મ કહેવાનું મન બનાવ્યું હતું. પરંતુ હું ચેલેન્જ પણ એક્સેપ્ટ કરવા માંગતી હતી. કારણ કે જ્યારે મે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે મને ખબર હતી કે આજના સમયમાં બોલ્ડ સીન સામાન્ય બાબત છે.’

હિનાએ કહ્યું કે,‘આપણે હવે રિયલિસ્ટિક સિનેમાની વાતો કરીએ છીએ. તો એક્ટિંગનો કોઈ સ્કોપ હોતો નથી. તમારે જોવાનું હોય છે કે એક કપલ વચ્ચે શું થઈ રહ્યું છે. મને ખુદને માટે તૈયાર કરવી પડી હતી. મારી માટે સરળ નહોતું.’ આપને જણાવી દઈએ કે હેક્ડ ફિલ્મને વિક્રમ ભટ્ટે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં એક્ટર રોહન શાહ મુખ્ય ભૂમિકામાં છે.

adv

Related News

post
post
post
post
post
post
post