• Home
  • News
  • હાઇકોર્ટની નોટિસ:રેમડેસિવિર મામલે C. R. પાટીલ અને હર્ષ સંઘવીને 5 મે સુધી જવાબ આપવા જણાવ્યું, કોંગ્રેસના MLA પરેશ ધાનાણીએ રિટ કરી હતી
post

રાજ્ય સરકારને 5મી મે સુધીમાં જવાબ આપવા જણાવાયું

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-21 11:29:02

સુરતમાં રેમડેસિવિર ઈન્જેક્શનના વેચાણ અંગે થયેલી જાહેર હીતની રિટમાં હાઇકોર્ટે ભાજપના પ્રદેશ પ્રમુખ C. R. પાટીલ, હર્ષ સંઘવીને નોટિસ પાઠવવાની સાથે સરકારને પણ 5મી મે સુધીમાં એફિડેવિટ રજૂ કરવા આદેશ આપ્યો છે.

કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફત કરેલી જાહેર હીતની રિટમાં રજૂઆત કરાઇ હતી કે, સી.આર.પાટીલે રેમડેસિવિર ઈન્જેક્શનનું જાહેરમાં વિતરણ કરી ડ્રગ્સ કન્ટ્રોલ એક્ટની જોગવાઇનું ઊલ્લંઘન કર્યું હતું. કેન્દ્ર સરકારે 7મી એપ્રિલે રેમડેસિવિરના બ્લેક માર્કેટિંગ રોકવા માટે નિર્દેશ આપ્યા હતા, તેમ છતાં સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ ગેરકાયદે રીતે ઈન્જેક્શનો રાખ્યા હતા. તેમની પાસે ડ્રગ્સ વેચવાનો કોઇ પરવાનો પણ ન હતો. તેમણે રેમડેસિવિર ઇંજેક્શનો કયા સ્ટોકિસ્ટ પાસેથી મેળવ્યા તે પણ સ્પષ્ટ થવું જોઇએ કેમકે સ્ટોકિસ્ટ પણ લાઈસન્સ સિવાય આ જથ્થો કોઇને આપી ન શકે. જેથી તેમનું કામ પણ મેડિકલી અયોગ્ય કૃત્ય ગણાય તેમ છે.

આ કેસમાં જસ્ટિસ સોનિયાબેન ગોકાણી અને જસ્ટિસ વૈભવીબેન નાણાવટીએ સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ, એડિશનલ ચીફ સેક્રેટરી, સુરત કલેક્ટર, સુરત પોલીસ કમિશનર અને ડ્રગ ઇન્સ્પેક્ટરને નોટિસ પાઠવી છે. તેમજ રાજ્ય સરકારને આ બાબતે આગામી 5મી મે સુધીમાં એફિડેવિટ કરવા જણાવ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post