• Home
  • News
  • હિમતે મર્દા, તો મદદે ખુદા:સુરતમાં સાત વર્ષ પછી પ્રેગ્નન્ટ થયેલી મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો, ફેફસાંમાં 90% ઇન્ફેક્શન, 7 દિવસ વેન્ટિલેટર પર રહી 15 દિવસે કોરોનાને હરાવ્યો
post

આખો પરિવાર કોરોનાગ્રસ્ત, ડોક્ટરની દવા અને હિંમતથી મહિલા સાજી થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-12 10:38:24

તમે સમજી શકો કે, કોઈ મહિલાને સાત વર્ષ પછી પ્રેગ્નન્સી રહી હોય અને કોરોના જેવી બીમારી થાય તો તેની હાલત શું થાય ? પરંતુ આ ગંભીર સ્થિતિમાંથી હું માંડ બહાર આવી છું. કોરોના થતાં હું કિરણ હોસ્પિટલમાં દાખલ થઈ હતી, દાખલ થયા બાદ મારી તબિયત વધારે ખરાબ થઈ હતી. ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું હતું. મને વેન્ટિલેટર પર રખાય હતી. હું પ્રેગ્નેન્ટ હતી. ઘણી ઘટનાઓ એક સાથે મારી સામે બની રહી હતી અને જેમાંથી મારે બહાર આવવાનું હતું. હિંમતથી, મર્દાનીની જેમ. ડોક્ટરનું સાહસ અને મારી જીવવાની આશાએ મને અને મારા બાળકને કોરોનામાંથી ઉગાર્યા.કિરણ હોસ્પિટલમાંથી રવિવારે રજા આપ્યા બાદ દૃષ્ટિ ચૌહાણે પોતાની આપવીતિ કહી હતી.

7 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી
હું કમ્પ્યુટર એન્જિનિયર છું. મારી ઉંમર 37 વર્ષની છે. મારા ફેમિલીને કોરોના થયો હતો. મારો 7 મહિનો ચાલતો હતો. મને ડર હતો કે, મને કોરોના ન થાય, કારણ કે મને 7 વર્ષ પછી પ્રેગ્નન્સી રહી હતી. જેથી કોરોનાનો ડર મને વધારે સતાવી રહ્યો હતો. પહેલા તાવથી શરૂઆત થઈ હતી એટલે ત્રણ દિવસ સુધી હું ક્વોરન્ટાઇન પરંતુ મારી તબિયત વધારે ખરાબ થતાં હું એમ્બ્યુલન્સથી કિરણ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. ઓક્સિજન લેવલ એકદમ ઓછું થઈ ગયું હતું અને મારા ફેફસાં 90 ટકા સુધી ડેમેજ થઈ ગયા હતાં. 7 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.

મને બાળકની જ ચિંતા હતીઃ દર્દી
વેન્ટિલેટર પર હતી ત્યારે મારી આસપાસ શું થઈ રહ્યું હતું તે મને કંઈ જ ખબર ન હતીં. બાદ ખબર પડી કે, મારી આસપાસ શું થઈ રહ્યું છે. મને મારા કરતાં પણ મારા ગર્ભમાં રહેલા બાળકની વધારે ચિંતા થતી હતી. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવાની અસર પણ બાળક પર ન થાય તેની હું કાળજી રાખી રહી હતી. ડોક્ટરો પણ એ જ રીતે મારી ટ્રીટમેન્ટ કરી રહ્યા હતાં. ત્યારે થતું હતું કે મારું શું થશે કારણ કે મારા ગર્ભમાં એક બાળક પણ હતું. જો મને કંઈ થાય તો મારા બાળકને પણ અસર થાય એમ હતી.

મારા મગજમાં સતત મારા ગર્ભમાં રહેલા બાળક વિશે જ આવી રહ્યા હતાં. પરંતુ ભગવાન અને ડોક્ટરનો આભાર કે, મને આ ગંભીર પ્રકારની બિમારીમાંથી બહાર કાઢી. ડો.હરદીપ મનિઆરે મને બચાવી લીધી. 15 દિવસ પછી મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post