• Home
  • News
  • ડબલ સુપર ઓવરમાં જીત્યું પંજાબ:IPLમાં પહેલીવાર સુપર ઓવર ટાઈ થયા બાદ બીજી સુપર ઓવરથી નિર્ણય આયો; મુંબઈએ આપેલા 12 રનના ટાર્ગેટને પંજાબે 4 બોલમાં ચેઝ કર્યો
post

પંજાબે પ્રથમ સુપર ઓવરમાં 5 રન કર્યા હતા, જવાબમાં મુંબઈ પણ 5 રન જ કરી શક્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-19 11:20:59

IPLની 13મી સીઝનની 36મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઈ ઇન્ડિયન્સને ડબલ સુપર ઓવરમાં હરાવ્યું. આ પહેલા બંને ટીમ વચ્ચે રમાયેલી પ્રથમ સુપર ઓવર પણ ટાઈ થઇ હતી. બીજી સુપર ઓવરમાં મુંબઈએ 12 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પંજાબે 4 બોલમાં ચેઝ કર્યો. પંજાબ માટે ક્રિસ જોર્ડન અને મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટે સુપર ઓવર નાખી. IPLમાં પહેલીવાર એક દિવસમાં 3 સુપર ઓવર રમાઈ. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

પહેલી સુપર ઓવરમાં પંજાબે 5 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ પણ 5 રન જ કરી શક્યું હતું. મુંબઈ માટે જસપ્રીત બુમરાહ અને પંજાબ માટે મોહમ્મદ શમીએ સુપર ઓવર નાખી હતી. નિયમ અનુસાર, પ્રથમ સુપર ઓવરમાં બેટિંગ અને બોલિંગ કરનાર ખેલાડીઓ બીજી સુપર ઓવરમાં માત્ર ફિલ્ડિંગ જ કરી શકે છે. આ કારણે મેચની બીજી સુપર ઓવરમાં અલગ-અલગ ખેલાડીઓએ બેટિંગ-બોલિંગ કરી.

કિંગ્સ ઇલેવન પંજાબે બીજી સુપર ઓવરમાં 4 બોલમાં 12 રન ચેઝ કરીને મેચ જીતી.

બીજી સુપર ઓવરમાં:

પંજાબની બેટિંગ, (ટાર્ગેટ 12 રન):
ક્રિસ ગેલ અને મયંક અગ્રવાલ (બેટ્સમેન)
ટ્રેન્ટ બોલ્ટ (બોલર)

·         0.1 બોલ્ટ ટૂ ગેલ: 6 રન

·         0.2 બોલ્ટ ટૂ ગેલ: 1 રન

·         0.3 બોલ્ટ ટૂ અગ્રવાલ: 4 રન

·         0.4 બોલ્ટ ટૂ અગ્રવાલ: ફોર... મેચ જીત્યું

મુંબઈની પ્રથમ બેટિંગ: 11/1
હાર્દિક પંડ્યા અને કાયરન પોલાર્ડ (બેટિંગ)
ક્રિસ જોર્ડન (બોલર)

·         0.1 જોર્ડન ટૂ પોલાર્ડ: 1 રન

·         0.2 જોર્ડન ટૂ પંડ્યા: વાઈડ

·         0.2 જોર્ડન ટૂ પંડ્યા: 1 રન

·         0.3 જોર્ડન ટૂ પોલાર્ડ: 4 રન

·         0.4 જોર્ડન ટૂ પોલાર્ડ: વાઈડ

·         0.4 જોર્ડન ટૂ પોલાર્ડ: 1 રન+ હાર્દિક રનઆઉટ

·         0.5 જોર્ડન ટૂ પોલાર્ડ: 0 રન (આઉટ આપેલો, રિવ્યુ લઈને નિર્ણય ફેરવ્યો)

·         0.6 જોર્ડન ટૂ પોલાર્ડ: 2 રન

પ્રથમ સુપર ઓવર ટાઈ થઇ
મુંબઈ ઇન્ડિયન્સ બેટિંગ: ટાર્ગેટ 6 રન, 5 રન કર્યા
રોહિત શર્મા અને કવિન્ટન ડી કોક (બેટ્સમેન)
મોહમ્મદ શમી (બોલર)

·         0.1 શમી ટૂ ડી કોક: 1 રન

·         0.2 શમી ટૂ રોહિત: 1 રન

·         0.3 શમી ટૂ ડી કોક: 1 રન

·         0.4 શમી ટૂ રોહિત: 0 રન

·         0.5 શમી ટૂ રોહિત: 1 રન

·         0.6 શમી ટૂ ડી કોક: 1 રન+ રનઆઉટ

કિંગ્સ ઇલેવન પંજાબ બેટિંગ: 1 ઓવર 5/2

લોકેશ રાહુલ, નિકોલસ પૂરન અને દિપક હુડા (બેટ્સમેન)
જસપ્રીત બુમરાહ (બોલર)

·         0.1 બુમરાહ ટૂ રાહુલ: 1 રન

·         0.2 બુમરાહ ટૂ પૂરન: વિકેટ

·         0.3 બુમરાહ ટૂ રાહુલ: 1 રન

·         0.4 બુમરાહ ટૂ હુડા: 1 રન

·         0.5 બુમરાહ ટૂ રાહુલ: 2 રન

·         0.6 બુમરાહ ટૂ રાહુલ: વિકેટ

IPLમાં બીજીવાર સુપર ટાઈ થઇ, પરંતુ પહેલીવાર બીજી સુપર ઓવરથી નિર્ણય આયો
IPL
ના ઇતિહાસમાં બીજીવાર એવું થયું કે, જ્યારે સુપર ઓવર ટાઈ થઇ છે. આ પહેલા 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ અને સુપર ઓવર બનેં ટાઈ થઇ હતી. તે સમયે બાઉન્ડ્રી કાઉન્ટના આધારે વિજેતા નક્કી કરવામાં આવ્યો હતો. જ્યારે આ વખતે પહેલીવાર નવા નિયમ મુજબ સુપર ઓવર ટાઈ થતા બીજી સુપર ઓવર રમાઈ હતી. હવે ICC દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, જ્યાં સુધી રિઝલ્ટ ન આવે ત્યાં સુધી સુપર ઓવર રમાતી રહેશે.

મેચમાં ટાઈ પડી
IPL 2020
ની 36મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 177 રનનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 6 વિકેટે 176 રન કર્યા છે. પંજાબને છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી, પરંતુ બોલ્ટે કરવા દીધા નહોતા. મેચ ટાઇ થતા હવે સુપર ઓવરથી નિર્ણય આવશે. IPLના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું કે, એક જ દિવસે બે સુપર ઓવર રમાઈ રહી છે.

રાહુલ સતત ત્રણ સીઝનમાં 500+ રન કરનાર પ્રથમ ભારતીય
લોકેશ રાહુલ સતત ત્રણ સીઝનમાં 500થી વધુ રન કરનાર પ્રથમ ભારતીય પ્લેયર બન્યો છે. રાહુલે 2018માં 659, 2019માં 593 અને ચાલુ સીઝનમાં 509* રન કર્યા છે. વિદેશી ખેલાડીઓમાં ડેવિડ વોર્નરે સતત 4 સીઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે. વોર્નરે આ સિદ્ધિ 2014થી 2017 દરમિયાન 500 રનનો આંક વટાવીને મેળવી હતી. જ્યારે ક્રિસ ગેલે 2011થી 2013 દરમિયાન સતત 3 સીઝનમાં 500થી વધુ રન કર્યા હતા.

નિકોલસ પૂરન જસપ્રીત બુમરાહની બોલિંગમાં ફાઈન લેગ પર કુલ્ટર નાઇલના હાથે કેચ આઉટ થયો. તેણે 12 બોલમાં 2 ફોર અને 2 સિક્સની મદદથી 24 રન કર્યા હતા. તે પછી ગ્લેન મેક્સવેલ શૂન્ય રને ચહરની બોલિંગમાં સ્લીપમાં રોહિતના હાથે કેચ આઉટ થયો હતો.

ગેલ અને અગ્રવાલ સારી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યા નહીં
ક્રિસ ગેલ રાહુલ ચહરની બોલિંગમાં લોન્ગ-ઓફ પર ટ્રેન્ટ બોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 21 બોલમાં 1 ફોર અને 2 સિક્સની 24 રન કર્યા હતા. અગાઉ ઓપનર મયંક અગ્રવાલ 11 રને જસપ્રીત બુમરાહની બોલિંગમાં બોલ્ડ થયો.

મુંબઈએ 177 રનનો ટાર્ગેટ આપ્યો
મુંબઈ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબ સામે દુબઇ ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 176 રન કર્યા છે. ઇન્ડિયન્સ માટે વિકેટકીપર ડી કોકે પોતાનું શાનદાર ફોર્મ જાળવતા રાખતા સર્વાધિક 53 રન કર્યા. જ્યારે 119 રનમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ કાયરન પોલાર્ડ અને કુલ્ટર નાઇલે અંતે 21 બોલમાં 57* રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત ટોટલ સુધી પહોંચાડી હતી. પોલાર્ડે 12 બોલમાં 34 અને કુલ્ટર નાઇલે 12 બોલમાં 24 રન કર્યા. પંજાબ માટે મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહે 2-2, જ્યારે રવિ બિશ્નોઇ અને ક્રિસ જોર્ડને 1-1 વિકેટ લીધી.

ડી કોકે સચિનના રેકોર્ડની બરાબરી કરી
ડી કોકે મુંબઈ માટે સતત ત્રીજી મેચમાં ફિફટી મારી, આવું કરનાર તે સચિન તેંડુલકર પછી બીજો ખેલાડીઓ બન્યો છે. સચિને 2010માં મુંબઈ વતી રમતા આ સિદ્ધિ મેળવી હતી. ડી કોકે આ મેચ પહેલા કોલકાતા સામે 78 અને દિલ્હી સામે 53 રન કર્યા હતા. ડી કોક જોર્ડનની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર અગ્રવાલે તેનો કેચ કર્યો. ડી કોકે 43 બોલમાં 3 ફોર અને 3 સિક્સની મદદથી 53 રન કર્યા હતા.

રોહિત, સૂર્ય અને કિશન સિંગલ ડિજિટમાં આઉટ
મુંબઈનો કપ્તાન રોહિત શર્મા 9 રને અર્શદીપ સિંહની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જ્યારે ઇશાન કિશન 7 રને અર્શદીપની બોલિંગમાં થર્ડ મેન પર અશ્વિન દ્વારા કેચ આઉટ થયો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવ શૂન્ય રને શમીની બોલિંગમાં મીડવિકેટ પર અશ્વિનના હાથે કેચ આઉટ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post