• Home
  • News
  • રાજધાની દિલ્હીમાં હિટ એન્ડ રન:ગાળાગાળી બાદ કારચાલકે મારી બાઈકસવારને ટક્કર, પોલીસે કેસ દાખલ કર્યો
post

દિલ્હીમાં અર્જન ગઢ મેટ્રો સ્ટેશનની પાસે થયેલી ઘટના વિશે પોલીસનું કહેવું છે કે કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-06 17:28:21

નવી દિલ્લી: રાજધાની દિલ્હીમાં હિટ એન્ડ રનનો કિસ્સો સામે આવ્યો છે. સ્કોર્પિયો ચાલકે સ્પીડ વધારી અને બાઈક ચાલકને કટ મારતો પૂરપાટ વેગે આગળ નીકળી ગયો. આ ઘટનામાં બાઈકર ગંભીર રીતે રોડ પર પટકાઈ ડિવાઈડર સાથે અથડાય છે. સદનસીબે બાઈકરનો જીવ બચી ગયો છે. હિટ એન્ડ રનની આ ઘટના રાજધાની દિલ્હીની છે. અર્જુનગઢ મેટ્રો સ્ટેશન પાસે કેટલાક બાઈક સવારની સ્કોર્પિયો ચાલક સાથે કોઈ બાબતે બોલાચાલી થાય છે. આ દરમિયાન જ તેણે એક બાઈક સવારને ટક્કર મારી. પીડિત બાઈકરે સ્કોર્પિયો ચાલક પર રેશ ડ્રાઈવીંગ અને હિટ એન્ડ રનનો કેસ કર્યો છે. હાલ દિલ્હી પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ એક મિનિટ 14 સેકન્ડનો આ વીડિયો રવિવારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયોમાં SUVમાં બેઠેલો વ્યક્તિ બાઈકર્સને ધમકાવતો દેખાઈ રહ્યો છે. જ્યારે બાઈકર્સ સ્પીડ ઓછી કરીને SUVની પાછળ જતો દેખાઈ રહ્યો છે. જ્યારે એક બાઈકરે પોતાની બાઈક SUVથી આગળ કાઢી તો SUVમાં બેઠેલા વ્યક્તિએ તેને પાછળથી ટક્કર મારી હતી. તે પછીથી તે ત્યાંથી ભાગી ગયો હતો.

ટક્કરના કારણે બાઈક રોડ પર ઘસડાયું
SUV
ની ટક્કરના કારણે બાઈકર રસ્તા પર પડ્યો હતો અને દૂર સુધી ઘસડાયો હતો. જોકે બાઈકિંગ ગિયર્સના કારણે તેનો જીવ બચી ગયો હતો. જે બાઈક સવારને ટક્કર વાગી, તે 20 વર્ષનો શ્રેયાંશ છે. તેના ગ્રુપના જ એક સભ્ય અનુરાગ અય્યરે વીડિયો શેર કર્યો અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટેગ કરીને કાર ડ્રાઈવરને પકડવાની માંગ કરી છે. તેમણે એ પણ લખ્યું કે અમે આવી દુર્ઘટનાઓ માટે વોટ અને ટેક્સ આપતા નથી.

બોલાચાલી પછી ધમકાવ્યો અને ટક્કર મારી
બાઈકરે જણાવ્યું કે હું પોતાના 8-10 મિત્રોની સાથે ગુરગ્રામથી દિલ્હી પરત ફરી રહ્યો હતો, ત્યારે તે અમારી પાસે આવ્યો અને ઝડપથી ગાડી ચલાવવા લાગ્યો. તેણે મારા મિત્રને ધમકાવ્યો અને ગાળો આપી. મારા મિત્ર ધીમા થઈ ગયા, જોકે હું આગળ વધી ગયો. તે વ્યક્તિ ઝડપથી આવ્યો અને મારી બાઈકને ટક્કર મારીને ભાગી ગયો.

પોલીસે કેસ નોંધ્યો, આરોપી ફરાર
દિલ્હીમાં અર્જન ગઢ મેટ્રો સ્ટેશનની પાસે થયેલી ઘટના વિશે પોલીસનું કહેવું છે કે કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. જોકે અત્યાર સુધી SUV ચાલકની ધરપકડ કરવામાં આવી નથી. બાઈકર્સના કેમેરામાં તેની કારનો નંબર કેદ થઈ ગયો છે. દિલ્હી પોલીસે કારની ઓળખ કરી લીધી છે અને તે આ કેસમાં પોતે જ કાર્યવાહી કરશે. પોલીસે બાઈક પર જઈ રહેલા વ્યક્તિને લેખિતમાં ફરિયાદ આપવા પણ કહ્યું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post