• Home
  • News
  • હોલિવૂડ ફિલ્મ 'જુરાસિક વર્લ્ડ ડોમિનિયન'ના ડાયનાસોરની ત્રાડ, 4 દિવસમાં વિશ્વભરમાં 2650 કરોડથી વધુની કમાણી કરી
post

1284 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતમાંથી 45 કરોડનો બિઝનેસ કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-14 11:16:00

પોપ્યુલર અમેરિકન એક્ટર ક્રિસ પ્રેન્ટની હોલિવડ ફિલ્મ 'જુરાસિક વર્લ્ડ ડોમિનિયન' વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે માત્ર ચાર દિવસમાં વિશ્વભરમાંથી 2650 કરોડથી વધુ કમાણી કરી છે. 1284 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતમાંથી 45 કરોડનો બિઝનેસ કર્યો છે.

ભારતમાં 44.55 કરોડની કમાણી
રિપોર્ટ્સ પ્રમાણે, હોલિવૂડ ફિલ્મ ભારતમાં 1500 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. ફિલ્મે ફર્સ્ટ વીકેન્ડ એટલે કે ત્રણ દિવસમાં 44.55 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે ચાર દિવસમાં વર્લ્ડવાઇડ 2654 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ ભારત સિવાય અન્ય દેશોમાં એક દિવસ પહેલાં એટલે કે 9 જૂને રિલીઝ થઈ છે.

બોલિવૂડ ફિલ્મ ફ્લોપ
10 જૂને રિલીઝ થયેલી નુસરત ભરુચાની ફિલ્મ 'જનહિત મેં જારી' બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નથી. જોકે, કન્નડ ફિલ્મ '777 ચાર્લી'નું બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન છે. ટ્રેડ એનાલિસ્ટ માને છે કે આ ફિલ્મનો લાઇફ ટાઇમ બિઝનેસ 3-4 કરોડની આસપાસ રહેશે. ફિલ્મ ભારતમાં 1200 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. ફિલ્મને નબળો પ્રતિસાદ મળતા અનેક શો કેન્સલ થયા છે. ફિલ્મ 10 જૂને રિલીઝ થઈ છે.

તરણ આદર્શે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે ફિલ્મે ત્રણ દિવસમાં 2.19 કરોડની કમાણી કરી છે. ફિલ્મે પહેલા દિવસે 43 લાખ, બીજા દિવસે 82 લાખ તથા ત્રીજા દિવસે 94 લાખનું કલેક્શન કર્યું છે. રક્ષિત શેટ્ટીની '777 ચાર્લી'એ ત્રણ દિવસમાં 25 કરોડની કમાણી કરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post