• Home
  • News
  • ઉતરાયણને લઈને ગૃહ વિભાગનું જાહેરનામું; ધાબા પર ભીડ ભેગી કરી કે DJ વગાડ્યું તો સોસાયટીના ચેરમેન-સેક્રેટરી ભરાશે!
post

પોલીસ ડ્રોન અને સીસીટીવી કેમેરાથી શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરનામાનો ભંગ ન થાય તેનું ધ્યાન રાખશે, અને જો કોઇ સ્થળે નિયમોનો ભંગ થતો જણાશે તો એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તરાયણમાં પણ નાઇટ કર્ફ્યુના વિસ્તારમાં દસ વાગ્યા બાદ કડક અમલ કરાવવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-11 10:55:23

અમદાવાદ: રાજ્યના ગૃહ વિભાગ તરફથી ઉતરાયણના પર્વને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગૃહ વિભાગે બહાર પાડેલા જાહેરનામામાં ધાબા પર શું કાળજી રાખવી અને શું નહીં તેની વિગતવાર માહિતી આપી છે. જેમાં જણાવાયું છે કે જાહેર સ્થળોએ ભેગા થઈને પતંગ ચગાવી શકાશે નહીં. કોરોના મહામારી હોવાથી માસ્ક  સિવાય મકાન, ધાબા, ફલેટ કે અગાસીમાં જઈ પતંગ ચગાવવાના હેતુથી ભેગા થઈ શકાશે નહીં. જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો સોસાયટીના સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધાશે. પતંગ બજારમાં પણ ખરીદી માટે બજારની મુલાકાત લે ત્યારે કોવિડ ગાઈડલાઈનું પાલન કરવું પડશે. આ ઉપરાંત ધાબાં પર મ્યુઝિક સિસ્ટમ કે ડીજેના કારણે ભીડ ભેગી થઇ શકે તેમ હોવાથી તેમ પણ કરી શકાશે નહીં.

પોલીસ ડ્રોન અને સીસીટીવી કેમેરાથી શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરનામાનો ભંગ ન થાય તેનું ધ્યાન રાખશે, અને જો કોઇ સ્થળે નિયમોનો ભંગ થતો જણાશે તો એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તરાયણમાં પણ નાઇટ કર્ફ્યુના વિસ્તારમાં દસ વાગ્યા બાદ કડક અમલ કરાવવામાં આવશે.

જાણો ધાબા પર શું કાળજી રાખવી પડશે?

- જાહેર સ્થળો, મેદાન, રસ્તા પર ભેગા થઈને પતંગ ચગાવવો નહીં
-
ઉત્તરાયણમાં પોતાના પરિવારના સભ્યો સાથે ઉજવવામાં આવે.
-
કોરોના મહામારીમાં માસ્ક વિના, મકાન, ફ્લેટના ધાબા અગાશી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવા એકત્રિત થઇ શકશે નહીં.
-
આ સિવાય ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે
-
સેનિટાઇઝરની વ્યવસ્થા ફરજિયાત
-
મકાન કે ફ્લેટના ધાબાં, અગાશી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં રહીશ સિવાય કોઇપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહીં. 
-
નિયમોના ભંગ બદલ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી કે અન્ય અધિકૃત વ્યક્તિ જવાબદાર રહેશે
-
ચાઇનીઝ તુક્કલ, સિન્થેટીક કાચ પાયેલાં માંજા, પ્લાસ્ટિક દોરી અને ચાઇનીઝ માંજો પ્રતિબંધિત રહેશે.
-
શહેરોમાં વિવિધ પતંગ બજારોમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
-
દસ શહેરોમાં રાત્રિ કર્ફ્યુનું પાલન કરવાનું રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post