• Home
  • News
  • ગૃહ મંત્રાલયે કહ્યું- દેશમાં કોઇ ટુકડે-ટુકડે ગેંગ નથી, મોદી-શાહ સહિત ભાજપ નેતાઓએ ચૂંટણી ભાષણોમાં આ શબ્દપ્રયોગ કર્યો હતો
post

પીએમ મોદી સહિત ભાજપના બીજા નેતાઓ પણ ટુકડે ટુકડે ગેંગ અંગે નિવેદન કરી ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 08:28:36

નવી દિલ્હી: છેવટે કેન્દ્રની મોદી સરકારે માની લીધું કે દેશમાં કોઇ ટુકડે-ટુકડે ગેંગ નથી અને તે અંગે તેની પાસે કોઇ માહિતી પણ નથી. જવાબ કેન્દ્રની મોદી સરકારના ગૃહમંત્રી અમિત શાહ હસ્તકના ગૃહ મંત્રાલયે એક આરટીઆઇના જવાબમાં આપ્યો છે. ગૃહ મંત્રાલયના જવાબના આધારે આરટીઆઇ કરનાર પત્રકાર સાકેત ગોખલેએ હવે ચૂંટણીપંચમાં જવાનો નિર્ણય લીધો છે. ગત 26 ડિસેમ્બરે ગૃહમંત્રી અમિત શાહે એક સભામાં કહ્યું હતું કે ટુકડે-ટુકડે ગેંગને સજા અપાશે. ઉપરાંત પીએમ મોદી સહિત ભાજપના બીજા નેતાઓ પણ અંગે નિવેદન કરી ચૂક્યા છે.


સાકેત ગોખલે ટુકડે-ટુકડે ગેંગનું નામ લેવા સામે ચૂંટણીપંચને પત્ર લખશે
પત્રકાર સાકેત ગોખલેએ ગત ડિસેમ્બરમાં ગૃહ મંત્રાલયમાં એક આરટીઆઇ નાંખી હતી. તેમણે પૂછ્યું હતું કે છેવટે ટુકડે-ટુકડે ગેંગ છે શું અને તેની પરિભાષા શું છે? ગેંગના સભ્યો કોણ-કોણ છે? ગેંગ પર અત્યાર સુધી યુએપીએ હેઠળ પ્રતિબંધ કેમ મુકાયો નથી? તેમજ ક્યા કાયદા કે નિયમ હેઠળ ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવશે? સાકેતની RTIના જવાબમાં હવે ખુદ અમિત શાહના મંત્રાલયે કહ્યું કે દેશમાં કોઇટુકડે-ટુકડે ગેંગનથી. તેથી સાકેત ગોખલેએ અમિત શાહે દ્વ્રારા ચૂંટણી ભાષણોમાં વારંવાર ટુકડે-ટુકડે ગેંગનું નામ લેવા સામે ચૂંટણીપંચને પત્ર લખવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે લોકો સમક્ષ જૂઠ બોલવા અને લોકોને ગેરમાર્ગે દોરવા બદલ માફી માગવી જોઇએ.

 


 

adv

Related News

post
post
post
post
post
post
post