• Home
  • News
  • હોન્ડા સિટીનું રેસિંગ વર્ઝન લોન્ચ થયું
post

લાંબા સમય બાદ આખરે જાપાની વાહન નિર્માતા કંપની હોન્ડાએ પાંચમી જનરેશનની સિડેન કાર હોન્ડા સિટી લોન્ચ કરી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-26 16:00:19

લાંબા સમય બાદ આખરે જાપાની વાહન નિર્માતા કંપની હોન્ડાએ પાંચમી જનરેશનની સિડેન કાર હોન્ડા સિટી લોન્ચ કરી દીધી છે. હોન્ડા સિટી કંપનીની સૌથી વધુ વેચાનારી ગાડીઓમાંની એક છે. કંપનીએ પહેલીવાર તેનું RS વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. ખૂબ જ અટ્રેક્ટિવ લુક અને પાવરફુલ એન્જિન કેપેસિટીથી સજ્જ આ સિડેન કારને કંપનીએ થાઇલેન્ડના માર્કેટમાં રજૂ કરી છે. આગામી વર્ષમાં કંપની આ કારને ઇન્ડિયન માર્કેટમાં રજૂ કરશે.

કંપનીએ નવી હોન્ડા સિટીના એક્સટિરિયરથી લઇને ઇન્ટિરિયર સુધી ઘણા ફેરફાર કર્યા છે, જે તેને વર્તમાન મોડલ કરતાં અલગ તારવે છે. આ કારની ડિઝાઇનને કંપનીનાં લક્ઝરી મોડલ Accordથી ઇન્સ્પાયર થઈને તૈયાર કરવામાં આવ્યું છે.

નવી હોન્ડા સિટીમાં કંપનીએ 1.0 લિટરની કેપેસિટીનું VTEC ટર્બોચાર્જ એન્જિનનો પ્રયોગ કર્યો છે, જે 122PS પાવર જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે, આ કારનું એન્જિન કરન્ટ મોડલની 1.5 લિટરની કેપેસિટીના એન્જિનની સરખામણીએ વધુ સારું પર્ફોર્મન્સ આપે છે. આ ઉપરાંત, તેનો ટોર્ક 1.8 લિટરની કેપેસિટી ધરાવતા એન્જિન સમાન છે.

આટલું જ નહીં, કંપનીનો એવો પણ દાવો છે કે, નવું ટર્બો એન્જિન 23.8 કિમી પ્રતિ લિટરની એવરેજ પ્રદાન કરે છે. કંપનીએ આમાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ, સ્લીક LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ અને ટેલ લાઇટ્સનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત, કારનાં ઇન્ટિરિયરને પણ કરન્ટ મોડલ કરતાં વધુ સ્પેસ આપવામાં આવી છે.

નવી હોન્ડા સિટીનાં ઇન્ટિરિયરમાં કંપનીએ મલ્ટિ-ફંક્શનલ ડિસ્પ્લે, 8 ઈંચની એડવાન્સ ટચ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. જેને એપ કારપ્લે સાથે કનેક્ટ કરી શકાય છે. આ સિવાય, બ્લુટૂથ કનેક્ટિવિટી અને ઓટોમેટિક એર કન્ડિશનિંગ સિસ્ટમ તેનાં ઇન્ટિરિયરને વધુ સારું બનાવે છે. પહેલીવાર હોન્ડા સિટીમાં RS વેરિઅન્ટ આપવામાં આવ્યું છે, જેની સાથે સ્પોર્ટી એરો પાર્ટ્સ, RS લોગો એમ્બલમ સાથે ગ્લોસી ફ્રંટ ગ્રિલ, સ્પોર્ટી ફ્રંટ બંપર અને ગ્રિલ, LED હેડલાઇટ્સ, LED ફોગ લાઇટ્સ વગેરે જેવાં ખાસ ફીચર્સ મળશે. થાઇલેન્ડમાં હોન્ડા સિટીનું વેચાણ 24 ડિસેમ્બરથી શરૂ થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post