• Home
  • News
  • મુંબઈમાં 33% ક્ષમતાથી હોટેલો શરૂ થશે, કન્ટેઈન્મેન્ટ ઝોન્સની બહાર લૉજ, ગેસ્ટહાઉસ સહિત મુકામ સેવા પણ શરૂ થશે
post

મુંબઈ સહિત રાજ્યમાં કેટલીક હોટેલોને ક્વોરન્ટીઈન એકમમાં ફેરવવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 10:59:04

મુંબઈ: રાજ્ય સરકારે આખરે કન્ટેઈન્મેન્ટ ઝોન્સની બહાર મુંબઈ, પૂણે, સોલાપુર, ઔરંગાબાદ, માલેગાવ, નાશિક, ધુળે, જળગાંવ, અકોલા, અમરાવતી અને નાગપુર સહિત એમએમઆર (મુંબઈ મહાનગર) પ્રદેશમાં લૉજ, ગેસ્ટહાઉસ સહિત મુકામ સેવાઓ આપતી હોટેલો સહિતની હોટેલો 8 જુલાઈથી શરૂ કરવાની પરવાનગી આપી છે. 33 ટકા ક્ષમતા સાથે અને સર્વ સુરક્ષાના નિયમોનું સખતાઈથી પાલન કરીને હોટેલો શરૂ કરવાની પરવાનગી આપી છે. 

મુંબઈ સહિત રાજ્યમાં કેટલીક હોટેલોને ક્વોરન્ટીઈન એકમમાં ફેરવવામાં આવી છે. તે અંગે જિલ્લા અથવા મહાપાલિકા પ્રશાસન જરૂરી નિર્ણય લેવાની છૂટ સરકારે આપી છે. ચીફ સેક્રેટરી સંજય કુમારે સોમવારે આ આદેશ જારી કર્યો હતો. હોટેલની ક્ષમતા છે તેના 33 ટકા ગ્રાહકોને સંમતિ અપાશે. 

નિયમોનું પાલન કરવું પડશે
ગ્રાહક આવે ત્યારે થર્મોમીટરથી તાપમાન તપાસવું, રિસેપ્શન ટેબલ પર સ્ક્રીનિંગ કરવાનું, સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત. હોટેલ્સ અને રેસ્ટોરાંમાં ગેમિંગ ઝોન, સ્વિમિંગ પૂલ, જિમ બંધ જ રહેશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post