• Home
  • News
  • 10 દેશોએ કોરોનાને કઈ રીતે રોક્યો ? ચીને લોકડાઉન નહિ પરંતુ ટેસ્ટિંગ પર ફોકસ કર્યું, 4 મહીનાથી અહીં કેસનો ગ્રોથ 1%થી પણ ઓછો
post

જે 10 દેશોએ કોરોના પર કાબૂ મેળવ્યો, ત્યાં એક સમયે કોરોના નિયંત્રણની બહાર હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-23 10:58:17

નવી દિલ્હી: કોરાનાવાઈરસ ફેલાવવાનો શરૂ થયાને હજી 7 મહિના પણ પુરા થયા નથી, જોકે તેનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1.5 કરોડને વટાવી ગઈ છે. કોરોનાની કોઈ અસરકારક દવા કે સારવાર હજી સુધી શોધાઈ નથી. કોરોનાને ફેલાતો અટકાવવા માટે ઘણા લોકોએ લોકડાઉન આપ્યું હતું પરંતુ માત્ર લોકડાઉન કોરોનાને ફેલાતો અટકાવવા પુરતુ નથી. કારણ કે જે 10 દેશોએ કોરોના પર કાબુ મેળવ્યો છે ત્યાં વધુમાં વધુ ટેસ્ટિંગ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ રિપોર્ટમાં આપણે એવા 10 દેશો વિશે જાણીશું, જ્યાં એક સમયે કોરોના નિયંત્રણની બહાર હતો પરંતુ હવે ત્યાં કોરોના ઘણો નિયંત્રણમાં છે. 

1. ચીનઃ પહેલા મોડું કર્યું, પછી જ્યાં એક પણ કેસ મળ્યો ત્યાં સમગ્ર શહેરને લોકડાઉન કર્યું

·         ડિસેમ્બરના અંતમાં ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેરના લોકોમાં એક નવી બીમારી જોવા મળી. પછીથી તેની કોરાનાવાઈરસ તરીકે ઓળખ થઈ. પ્રથમ કેસ  આવ્યાના 7 સપ્તાહ પછી વુહનને લોકડાઉન કરવામાં આવ્યું. 76 દિવસ પછી 8 એપ્રિલે વુહાનમાંથી લોકોડાઉનને હટાવવામાં આવ્યું.

·         24-25 જાન્યુઆરીની વચ્ચે ચીનના શંઘાઈ, હૈનાન, જિયાંગ્સુ સહિત ઘણા પ્રાંતોમાં હુબેઈથી પરત ફરનારા લોકોને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા. એક ફેબ્રુઆરીએ હુબેઈના હુઆનગેંગ શહેરમાં પણ કર્ફ્યુ લગાવવામાં આવ્યો અને દરેક પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિને દર બે દિવસે જરૂરી સામાન ખરીદવા માટે બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવી.

·         ચીને કોરોનાને ફેલાતો રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન આપ્યું નથી. જે વિસ્તારમાંથી કોરોનાનો એક પણ દર્દી મળ્યો, તેને સંપૂર્ણ લોકડાઉન કરીને ત્યાંના દરેક નાગરિકનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. જેમ કે મેંમાં વુહાનમાં કોરોનાના 6 દર્દીઓ મળ્યા તો અગામી 10 દિવસમાં અહીં એક કરોડ 10 લાખ વસ્તીનો ટેસ્ટ થયો.

·         તેનું પરિણામ એ આવ્યું કે એપ્રિલથી અત્યાર સુધીમાં ચીનમાં 1  ટકાથી પણ ઓછા નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા. એપ્રિલના અંત સુધીમાં અહીં 82862 કેસ પ્રકાશમાં આવ્યા હતા. 21 જુલાઈ સુધીમાં તે 83707 થયા. એટલે કે 79 દિવસમાં કુલ 845 નવા કેસ પ્રકાશમાં આવ્યા. આ દરમિયાન માત્ર એક કોરોના સંક્રમિતનું મોત થયું.


2. ઈટાલીઃ જે દર્દીઓમાં લક્ષણ નથી, તેનો પણ ટેસ્ટ થયો

·         31 જાન્યુઆરીએ પ્રથમ મામલો પ્રકાશમાં આવ્યા પછી 22 ફેબ્રુઆરીએ ઈટલીના વેનેટો અને લોમ્બાર્ડીના કેટલાક શહેરોને લોકડાઉન કરવામાં આવ્યા. પછીથી ઉતર ઈટાલીના ઘણા શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. 10 માર્ચથી સમગ્ર ઈટાલીને લોકોડાઉન કરવામાં આવ્યું હતું.

·         લોકડાઉન કર્યાના માત્ર ત્રણ સપ્તાહ પછી જ ઈટાલીમાં રોજ પ્રકાશમાં આવનારા નવા કેસ અને મોતની સંખ્યામાં ઘટાડો આવવા લાગ્યો. તેનું એક કારણ ટેસ્ટિંગ પણ હતું.

·         પોઝિટિવ લોકોના સંપર્કમાં આવનારા લોકો ઉપરાંત જે લોકોમાં કોઈ પણ લક્ષણ ન હતા તેમના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેના પગલે કેસ અને ઘટાડો આવવા લાગ્યો.


3. જર્મનીઃ ટેસ્ટિંગ ટેક્સિઓ ચલાવી, ઘરે-ઘરે જઈને દર્દીઓનું ટેસ્ટિંગ કર્યું

·         જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલે માર્ચમાં કહ્યું હતું કે જર્મનીની 70 ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. આ કારણે અહીં ભય તો ફેલાયો પરંતુ લોકો સંતર્ક પણ થઈ ગયા. જર્મનીએ જાન્યુઆરીમાં કોરોના ટસ્ટિંગ કિટ બનાવી લીધી હતી અને ફેબ્રુઆરી સુધીમાં સમગ્ર દેશમાં ટેસ્ટિંગ કિટની વ્યવસ્થા કરવામાં આવી હતી.

·         જર્મનીએ શરૂઆતથી જ ટેસ્ટિંગ પર ફોકસ કર્યું. અહીં ઘણા શહેરોમાં ટેસ્ટિંગ ટેકસીઓ ચલાવવામાં આવી, જો લોકડાઉન દરમિયાન ઘરે-ઘરે જઈને ટેસ્ટ કરતી હતી. ત્યાં જાહેરાત કરવામાં આવી કે કોઈ પણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણ દેખાઈ રહ્યાં છે તો તેણે હોસ્પિટલમાં જવાની જરૂર નથી. આવા લોકોએ માત્ર ફોન જ કરવાનો છે. પછીથી તેમના ઘરે જ તેમનો ટેસ્ટ થઈ જશે.દરેક સપ્તાહમાં એક લાખથી વધુ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. સમય પર ટેસ્ટ કરવાનો ફાયદો એ થયો કે લોકોની સારવાર પણ સમયે થઈ શકી. તેમને યોગ્ય સમયે રાખવામાં આવ્યા.


4. ફ્રાન્સ: કામ વગર બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવ્યો, ઘરની બહાર એક્સરસાઈઝનો સમય પણ નક્કી

·         24 જાન્યુઆરીએ ફ્રાન્સમાં પહેલો કોરોનાનો કેસ આવ્યો હતો. તે યુરોપમાં પહેલો કેસ હતો. 14 ફેબ્રુઆરીએ અહીં પહેલું મોત થયું હતું, જે એશિયાની બહારનું પહેલું મોત હતું. 17 માર્ચે અહીં ટોટલ લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. બોર્ડર સીલ કરી દેવામાં આવી હતી. 11 મેથી અહીં થોડી છૂટછાટ આપવામાં આવી છે.

·         23 માર્ચથી ફ્રાન્સમાં કારણ વગર ફરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કોઈ બહાર તો તેને પોતાની સાથે એક સેલ્ફ ડિક્લેરેશન લેટર રાખવાનો હતો. જેમાં બહાર યોગ્ય કારણ જણાવવામાં આવ્યું હોય. માટે પણ એક કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. ઘરથી બહાર માત્ર એક કિમીના અંતરમાં જ કરી શકાય તેવો નિયમ બનાવવામાં આવ્યો હતો.


5. UK: 103 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું, ત્યારે સંક્રમણ ઓછું થયું

·         31 જાન્યુઆરીએ પહેલો કેસ આવ્યા પછી બ્રિટેનમાં 23 માર્ચથી ટોટલ લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. કોરોનાને ટક્કર આપવા માટે અહીંની સરકારની સ્ટ્રેટેજીની પણ ઘણી નિંદા થઈ હતી. અહીં ટેસ્ટિંગ પણ એટલું નહતું કરાયું જેટલું યુરોપના બાકીના દેશોમાં કરવામાં આવ્યું હતું.

·         જોકે અહીં કેસ સૌથી મોટું કારણ રહ્યું છે. અહીં 23 માર્ચથી 4 જુલાઈ એમ 103 દિવસ કડક રાખવામાં આવ્યું હતું. શરૂઆતમાં અહીં કેસ અને મૃતક આંકડામાં સતત વધારો જોવા મળ્યો હતો. પરંતુ સમય જતા કેસ અને મૃત્યુઆંક હટાવવામાં આવ્યું હતું.


6. સ્પેન: લોકડાઉનનું પાલન કરાવવા માટે સેનાની મદદ લેવામાં આવી

·         માર્ચની શરૂઆતથી જ અહીં પ્રતિબંધ લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. ઘણાં વિસ્તારોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. 14 માર્ચથી સમગ્ર દેશમાં જ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. લોકો લોકડાઉનનું પાલન કરે તે માટે અહીં 2.50 લાખથી વધારે પોલીસકર્મી અને અઢી હજારથી વધારે સેનાના જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા.

·         તેની અસર એ થઈ કે છેલ્લા 50 દિવસમાં અહીં કોરોનાથી 400 કરતાં મોત થયા. જ્યારે તે પહેલાં અહીં એપ્રિલમાં 16 હજાર કરતા વધારે અને મે અંદાજે 4,000 લોકોએ જીવ ગુમાવ્યા હતા. છેલ્લા 50 દિવસમાં કુલ કેસમાં માત્ર 9 ટકાનો વધારો થયો છે. જોકે અહીંની સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે મોતનો આંકડો કરવા અને કેસની સંખ્યા ઘટાડવા માટે ટેસ્ટિંગ જ નથી કર્યા.

 

7. ન્યૂઝીલેન્ડ: કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોની 48 કલાકમાં ઓળખ કરી

·         ન્યૂઝીલેન્ડમાં કોરોના વાઈરસનો પહેલો કેસ સામે આવ્યા પહેલાં જ 3 ફેબ્રુઆરીએ અહીંની સરકારે ચીનથી આવતા દરેક મુસાફર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે ન્યૂઝીલેન્ડના નાગરિકો અને અહીંના પરમેનેન્ટ રેસિડન્સને તેમાં મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય જે લોકો ચીનથી નીકળીને અન્ય દેશમાં 14 દિવસ પસાર કરીને અહીં આવવા માંગતા હોય તેમને પણ ન્યૂઝીલેન્ડ આવવાની મંજૂરી આપવામાં આવી હતી.

·         જો કોઈ વ્યક્તિ પોઝિટિવ નોંધાય તો ત્યાંની સરકારે 48 કલાકની અંદર તેના કોન્ટેક્ટમાં આવેલા વ્યક્તિઓને કરી લેતી. કોઈ વ્યક્તિ પોઝિટિવ નોંધાતા તેના દરેક સંબંધીઓ અને મિત્રોને ફોન કરીને કરવામાં આવતા હતા. આવું માટે કારણકે તે લોકો જાતે જ ટેસ્ટ કરાવી લે અથવા સેલ્ફ થઈ જાય.


8. સ્વિતઝરલેન્ડ: લોકડાઉન લગાવ્યા વગર જ સંક્રમણની સ્પીડ રોકી

·         માર્ચ-એપ્રિલમાં સૌથી વધારે દેશોની લિસ્ટમાં ટોપ-10માં હતું. પરંતુ હવે તે ટોપ-50માંથી પણ બહાર છે. ખાસ વાત એ છે કે, આ સમગ્ર દેશમાં ક્યારેય લગાવવામાં આવ્યું નથી. જોકે અહીં બાર અને દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. અહીં પહેલો કેસ નોંધાયા પછીના બે દિવસમાં જ એક જગ્યાએ એક હજારથી વધારે લોકોને ભેગા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.


9. સાઉથ કોરિયા: ઘણી બધી જગ્યાએ ટેસ્ટિંગ સેન્ટર બનાવાયા, કારમાં બેઠા-બેઠા જ લોકો ટેસ્ટ કરાવી રહ્યા છે

·         સ્વિતઝરલેન્ડની જેમ જ સાઉથ કોરિયા પણ માર્ચ એન્ડમાં ટોપ-10માં દેશોમાં સામેલ હતો. પરંતુ તેમણે પણ કોરોના પર કંટ્રોલ કર્યો અને હવે તે 68માં નંબરે આવી ગયો છે. તેની પાછળનું કારણ છે ટેસ્ટિંગ.

·         સાઉથ કોરિયામાં ટેસ્ટિંગ પર ફોકસ કરવામાં આવ્યું હતું. અહીં ઘણી જગ્યાએ ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. લોકો કારમાં બેઠા-બેઠા જ ટેસ્ટ કરાવી શકે છે. જો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમને ફોન કરવામાં આવે છે અને નેગેટિવ આવે તો મેસેજ કરવામાં આવે છે. અહીં માત્ર ટેસ્ટિંગ સેન્ટર જ નહીં પરંતુ ટેસ્ટિંગ લેબ પણ બનાવવામાં આવી છે જે 24*7 કામ કરે છે.


10. તાઈવાન: માસ્ક ન પહેરવા પર દંડ વસૂલ્યો, જાન્યુઆરીથી જ ચીન આવતી-જતી ફલાઈટો બંધ કરી

·         ચીનના જે વુહાન શહેરથી કોરોના વાઈરસ નીકળ્યો છે, તે વુહાનથી તાઈવાનનું પાટનગર તાઈપે માત્ર 950 કિમી દૂર છે. પરંતુ અહીં કોરોનાના કેસ હજી 500 પણ નથી થયા. ખાસ વાત એ છે કે, અહીં કોરોના રોકવા માટે ટોટલ લોકડાઉન પણ લગાવવામાં આવ્યું નથી. માત્ર સ્કૂલ-કોલેજ અને જાહેર કાર્યક્રમો ઉપર જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે પણ માત્ર થોડા સમય માટે જ.

·         31 ડિસેમ્બરે ચીનમાં અચાનક 27 કેસ સામે આવ્યા હતા. ત્યારપછી તાઈવાન સરકારે એડ્વાઈઝરી જાહેર કરીને વુહાનથી આવતા દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગ શરૂ કરી દીધું હતું. તે ઉપરાંત જે લોકો છેલ્લા 15 દિવસમાં વુહાનથી આવ્યા હતા તે લોકોને પણ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવતા હતા. ચીનમાં વધતા કેસને ધ્યાનમાં રાખીને તાઈવાને 26 જાન્યુઆરીએ જ ચીનથી આવતી અને ચીન જતી દરેક ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

·         એપ્રિલમાં જ તાઈવાનની સરકારે સ્પષ્ટ દીધું હતું કે, જે પણ માસ્ક વગર બસ-ટ્રેનમાં પ્રવાસ કરશે તેની પાસેથી 15 હજાર ડોલર એટલે કે રૂ. 38 હજારનો દંડ આવશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post