• Home
  • News
  • મોંઘવારીના સવાલ પર કઈ રીતે ભડક્યા બાઈડન, પત્રકારને કહ્યું- સ્ટુપિડ સન ઓફ બિચ
post

ગત સપ્તાહે બાઈડને ફોક્સ ન્યુઝની મહિલા રિપોર્ટરના સવાલને મૂર્ખતા ભર્યો કહ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-25 10:34:29

ન્યૂયોર્ક: અમેરિકામાં વધી રહેલી મોંઘવારી પર પુછવામાં આવેલા સવાલ પર રાષ્ટ્રપતિ જો બાઈડન એટલા નારાજ થયા કે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછનાર પત્રકારને ગાળો આપી. બાઈડનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો એમ પણ પૂછી રહ્યાં છે કે જ્યારે બાઈડને ગાળો આપી તો શું તેમને એ વાતનો ખ્યાલ હતો કે તેમનું માઈક ચાલુ છે.

ફોક્સ ન્યુઝના રિપોર્ટર પીટર ડૂસીએ બાઈડનને પૂછ્યું કે દેશમાં સતત વધી રહેલી મોંઘવારીથી મીડ ટર્મ ઈલેક્શનમાં તમારી પાર્ટીને કેટલુ નુકસાન થશે. તેની પર બાઈડને જવાબ આપતા કહ્યું કે તેનાથી નુકસાન નહિ પરંતુ ફાયદો થશે અને તે પછી પત્રકારને 'સ્ટૂપિડ સન ઓફ બિચ' કહ્યો.

બાઈડન પહેલા પણ ઘણી વખત પત્રકારોને આ રીતે ખખડાવી ચૂક્યા છે. ગત સપ્તાહે ફોક્સ ન્યુઝની એક મહિલા રિપોર્ટરે યુક્રેનના મામલામાં તેમને સવાલ પૂછ્યો હતો કે તમે રશિયાના રાષ્ટ્રપતિ પગલા લે તેની શાં માટે રાહ જોઈ રહ્યાં છો? બાઈડને આ અંગે ગુસ્સામાં કહ્યું કે કેવો મૂર્ખતા ભર્યો સવાલ છે.

બાઈડન ઘણી મુશ્કેલીઓથી ઘેરાયા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સત્તામાં આવ્યાને એક વર્ષ પૂર્ણ થયું છે. તેમના ઘણા નિર્ણયો પર સવાલો છે. જોકે અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોને પરત બોલાવી લેવાના તેમના નિર્ણય પર હજુ પણ સવાલો થઈ રહ્યાં છે. ગુરુવારે આવા જ એક સવલાનો જવાબ આપતા તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં કોઈ સરકાર સફળ ન થઈ શકે.

બાઈડન ટ્રમ્પ કરતા ઓછા લોકપ્રિય
ગત મહિને બ્રિટનની માર્કેટ રિસર્ચ કંપની YouGov2021ના મોસ્ટ એડમાર્યડ મેનનું લિસ્ટ બહાર પાડ્યું હતું. આ લિસ્ટમાં બાઈડનને ટ્રમ્પથી પણ નીચે સ્થાન આપવામાં આવ્યું છે. લિસ્ટમાં ટ્રમ્પ 13માં નંબરે છે. જ્યારે બાઈડન 20માં નંબરે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post