• Home
  • News
  • મતદાન કેન્દ્ર કેવી રીતે પસંદ કરાય છે અને મત આપવાની શું છે પ્રક્રિયા?
post

નિયમો મુજબ મંદિર, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન જેવા સ્થળે મતદાન મથક બનાવવાની પરવાનગી નથી

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-04 19:17:44

દેશમાં લોકસભા ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. ભાજપે (BJP) ઉમેદવારોની યાદી જાહેર કરવાની સાથે ચૂંટણી પ્રચાર અને અભિયાન શરૂ કરી દીધા છે. વિપક્ષ ઈન્ડિયા ગઠબંધન (INDIA Alliance)ના પક્ષોએ પણ પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. ચૂંટણી પંચે (Election Commission) પણ ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે વિવિધ રાજ્યોની મુલાકાત આરંભી દીધી છે. ટુંક સમયમાં આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સંભાવના છે. ત્યારે આજે અમે ચૂંટણી અંગે મહત્વની માહિતી લઈને આવ્યા છીએ. આ માહિતી માત્ર લોકસભાને લગતી જ નહીં, પરંતુ તમામ ચૂંટણીને લગતી છે. તો જાણીએ મતદાન કેન્દ્રની પસંદગી અને મત આપવાની પ્રક્રિયા વિશે...

મતદાન કેન્દ્ર એટલે શું ?

મતદાન કરવાની એક જ દિવસની પ્રક્રિયા હોય છે, તેથી મતદાન કેન્દ્ર માટે કોઈપણ બિલ્ડિંગ કે ઈમારત ખરીદવામાં આવતી નથી. મતદારો સરળતાથી મત આપી શકે તે માટે મતદાન કેન્દ્રો ઉભા કરવા કેટલાક સ્થાન નક્કી કરવામાં આવે છે. આ માટે મોટાભાગે સ્કૂલો, યુનિવર્સિટી અને કૉલેજોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મતદાન કેન્દ્રનું સ્થળ નક્કી થયા બાદ ત્યાંના એક રૂમના ખૂણામાં એક નાનકડું ટેબલ મુકવામાં આવે છે. આ ટેબલ ત્રણેય બાજુથી કવર કરેલું હોય છે. ટેબલ પર EVM મશીન અથવા બેલેટ પેપર રાખવામાં આવે છે. ત્યારબાદ મતદારો તેમાં મત આપી શકે છે.

નિયમ મુજબ મતદારના ઘરથી મતદાન મથક કેટલું દુર હોય છે?

1951ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં મતદાન મથકો અંગે ઘણી જોગવાઈઓ કરાઈ છે. જેમ જેમ વસ્તીમાં ફેરફાર થાય છે, તેમ તેમ ચૂંટણી પંચ પણ સમયાંતરે નવા નિયમો જાહેર કરતું રહે છે. વર્ષ 2020માં બનેલા નિયમો મુજબ 1500થી વધુ મતદારો માટે એક મતદાન મથક હોવા જોઈએ. એક મતદાન મથક પર 1000થી વધુ મતદારો ન હોવા જોઈએ. મતદાન મથક બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રખાય છે કે કોઈપણ મતદારક્ષેત્રના મતદારે મત આપવા બે કિલોમીટરથી વધુનું અંતર કાપવું ન પડે.

મતદાન મથકો નક્કી કરવાની પ્રક્રિયા

ચૂંટણી પંચ મતદાન મથક બનાવવા માટે કોઈ સરકારી, અર્ધસરકારી ઓફિસો, શૈક્ષણિક સંકુલની બિલ્ડિંગ પસંદ કરે છે. આ બિલ્ડિંગમાં મતદાન શરૂ થાય તે પહેલા તમામ સુરક્ષા-વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવે છે. ઘણીવાર ગ્રામીણ સમુદાય ભવન, પંચાયત ભવન અથવા હૉલનો ઉપયોગ મતદાન મથક માટે કરવામાં આવે છે.

મંદિર, હોસ્પિટલ, પોલીસ સ્ટેશનમાં મતદાન મથક બનાવવાની મંજૂરી નહીં

નિયમો મુજબ મંદિર, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન જેવા સ્થળે મતદાન મથક બનાવવાની પરવાનગી નથી. આ ઉપરાંત તેમાં મહત્વની વાત એ છે કે, મતદાન કેન્દ્રના 200 મીટરના અંદરમાં કોઈપણ રાજકીય પાર્ટીનું ઓફિસ ન હોવું જોઈએ. વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે અલગથી વ્યવસ્થા કરવાની હોય છે. આ લોકો માટેનું મતદાન કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર પર જ બનાવવામાં આવે છે. 

મતદાન કેન્દ્ર બનાવવાનો નિર્ણય કેવી રીતે કરાય છે?

સૌ પહેલા મતદાન કેન્દ્ર બનાવવા વિવિધ સ્થળો પર જાત તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા ડીએમ નિર્ણય કરે છે. ડીએમ જ જિલ્લા ચૂંટણી અધિકારી હોય છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ પાસે મંજૂરી લેવામાં આવે છે. ઘણીવાર પહાળો અને જંગલોમાં રહેતા લોકો સરળતાથી મતદાન કરી શકે તે માટે ત્યાં પણ મતદાન કેન્દ્ર ઉભી કરવામાં આવે છે.

2019ની લોકસભા ચૂંટણીમાં 10,37,848 મતદાન મથકો બનાવાયા હતા

ચૂંટણી પંચ અનુસાર 2019ની લોકસભા ચૂંટણીમાં 10,37,848 મતદાન મથકો બનાવાયા હતા. મતદાન કરવાની પ્રક્રિયા સવારે સાત વાગ્યાથી શરૂ થઈ જાય છે. મતદાનનો અંતિમ સમય મોટે ભાગે સાંજે 6 વાગ્યા સુધીનો છે. મતદાનનો સમય પૂર્ણ થયા બાદ મતદારોની લાઈન હોય, તો પણ તેમને મતદાન કરવાની તક અપાય છે. જ્યાં સુધી લાઈનમાં રહેતો છેલ્લો મતદાન મત ન આપે, ત્યાં સુધી મતદાન કેન્દ્ર ખુલ્લુ રાખવામાં આવે છે.

adv

Related News

post
post
post
post
post
post
post