• Home
  • News
  • સૈફઇના માસ્ટરજી કેવી રીતે સિક્રેટ વોટિંગ દ્વારા બન્યા હતા યુપીના મુખ્યમંત્રી!
post

મુલાયમસિંહે રાજ્યામાં પોતાની પકડ એટલી મજબૂત રાખી કે ત્રણવાર મુખ્યમંત્રી બન્યા.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-10 19:41:08

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીનાં સ્થાપક મુલાયમસિંહ યાદવનું નિધન થયું છે. ગુરુગ્રામની મેંદાતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા સમયથી બીમાર હતા. ઉત્તર પ્રદેશ રાજકારણનાં તેઓ એવા રાજકીય નેતા હતા, જે કેન્દ્ર સરકારથી લઇને યુપીનાં મંત્રી અને મુખ્યમંત્રી સુધી રહ્યાં. 

મુલાયમસિંહ યાદવ જે સમાજવાદી નેતા રામ મોહન લોહિયાનાં સ્વ-ઘોષિત ઉત્તરાધિકારી હતા. મુલાયમસિંહ યાદવનો જન્મ 1939માં ઉત્તર પ્રદેશનાં ઇટાલા જિલ્લાનાં નાના ગામ સૈફઇમાં થયો હતો. યુવાવસ્થામાં કુશ્તીનાં શોખિન મુલાયમસિંહ યાદવ રાજકારણમાં આવતા પહેલા શિક્ષક હતા. તેમણે 1967માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સૌથી યુવા ધારાસભ્ય બનીને તેમની રાજકીય કાર્કિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમની રાજકીય સફરમાં ઘણાં ઉતાર ચડાવ આવ્યા પરંતુ તેમનું રાજકીય કદ હંમેશા વધતું ગયું. 1989માં વિધાનસભા ચૂંટણીમાં જનતા દળની જીત બાદ મુખ્યમંત્રીના પદ માટે ચૌધરી અજીતસિંહનાં નામની જાહેરાત કરવામાં આ હતી, પરંતુ મુલાયમસિંહ યાદવે એવો દાવો લગાવ્યો કે અજીત મુખ્યમંત્રી બનવાનું સપનું જોતા રહ્યાં અને મુલાયમસિંહ મુખ્યમંત્રી બની ગયા.

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી બન્યા પછી મુલાયમસિંહે રાજ્યમાં એવા રાજકીય મૂળિયા પકડ્યા કે તેઓ ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા. એટલું જ નહીં પણ તેમનાં પુત્ર અખિલેશ યાદવ પણ પછીથી મુખ્યમંત્રી બન્યા. ઉત્તર પ્રદેશમાં એંસીનાં દાયકામાં જનતા પાર્ટી,જન મોરચા, લોકદળ (એ), લોકદળ (બી) એ મળીને જનતાદળની રચના કરી. ચાર પક્ષોની સંયુક્ત તાકાતે તેની અસર દેખાડી અને 1989ની ચૂંટણીમાં એક દાયકા પછી વિપક્ષે 208 બેઠકો જીતી. તે સમયે યુપીમાં કુલ 425 વિધાનસભા બેઠકો હતી, જેના કરાણે જનતાદળને બહુમત માટે 14 ધારાસભ્યોની જરૂર હતી.

મુલાયમસિંહનાં સમર્થનમાં જન મોરચાનાં ધારાસભ્ય 

યુપીનાં જનતાદળ તરફથી મુખ્યમંત્રી પદના બે દાવેદારો હતા. પ્રથમ લોકદળ (બી)નાં નેતા મુલાયમ સિંહ અને બીજા ચૌધરી ચરણસિંહનાં પુત્ર ચૌધરી અજીત સિંહ, જેઓ રાજકીય વારસાનો દાવો કરી રહ્યાં હતા. ઉત્તર પ્રદેશમાં જનતાદળની જીત બાદ મુખ્યમંત્રી તરીકે અજિતસિંહનું નામ નક્કી જ હતું અને તેઓ શપથ લેવાની તૈયારી કરી રહ્યાં હતા, પરંતુ મુલાયમસિંહે એવો દાવ લગાવ્યો કે જન મોરચાનાં ધારાસભ્યો અજિતસિંહની વિરુધ્ધ ઉભા થઇ ગયા અને મુલાયમસિંહને મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરવા બેસી ગયા.

ડીપી યાદવ મુલાયમસિંહ માટે સહારો બન્યા

આ એ સમયગાળો હતો જ્યારે કેન્દ્રમાં પણ જનતાદળની સરકાર હતી. વિશ્વનાથ પ્રતાપ સિંહે દેશનાં વડાપ્રધાન હતી. યુપીમાં પાર્ટીની જીત સાથે વિપી સિંહે જાહેરાત કરી હતી કે ચૌધરી અજિત સિંહ મુખ્યમંત્રી અને મુલાયમસિંહ નાયબ મુખ્ય મંત્રી બનશે. લખનૌમાં અજિતસિંહનાં રાજ્યભિષેકની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે મુલાયમ સિંહે નાયબ મુખ્યમંત્રી પદનો ઇનકાર કર્યો અને મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો. થ્યારબાદ વીપીસિંહે નિર્ણય કર્યો કે મુખ્ય પ્રધાન પદનો નિર્ણય ધારાસભ્ય દળની બેઠકમાં ગુપ્ત મતદાન દ્વારા લોકતાંત્રિક રીતે કરવામાં આવશે. ત્યારબાદ જે બન્યુ તે રાજ્યનાં રાજકારણનો રસપ્રદ કિસ્સો છે. વિ.પી. સિંહનાં આદેશ પર મધુ દંડવતે, મુફ્તી મોહમદ સઇદઅને ચિમનભાઇ પટેલને ઉત્તર પ્રદેશમાં નિરિક્ષક તરીકે મોકલવામાં આવ્યા હતા.  તેઓએ મુલાયમ સિંહને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ મુલાયમ સિંહે જોરદાર દાવ રમીને ડીપી યાદવની મદદથી અજીતસિંહની છાવણીનાં 11 ધારાસભ્યોને પોતાની તરફેણમાં લીધા. તે સમયે બેની પ્રસાદ વર્મા પણ તેમને આ કામમાં મદદ કરતા હતા.

મુખ્યમંત્રી બન્યા બાદ પણ મુલાયમસિંહનાં એવા ઘણાં મોટા નિર્ણયો હતા જેને કારણે તેમને ત્રણ વાર મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

 

adv

Related News

post
post
post
post
post
post
post