• Home
  • News
  • ઈનએક્ટિવ EPF એકાઉન્ટને કેવી રીતે અનબ્લોક કરાય ? જાણો સરળ સ્ટેપ
post

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ હાલમાં જ ઈપીએફ યુઝર્સ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ની સુવિધા આપી છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-13 18:43:01

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ હાલમાં જ ઈપીએફ યુઝર્સ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ની સુવિધા આપી છે. એસઓપી દ્વારા કર્મચારીઓ પોતાનું ઈનએક્ટિવ EPF એકાઉન્ટને અનબ્લોક કરી શકે છે. આવો તેના વિશે વિગતે માહિતી મેળવીએ

UAN નંબર મેળવો

જો તમારી પાસે યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)નંબર નથી તો તમારે સૌથી પહેલા તેને જનરેટ કરાવવો પડશે. તેના માટે તમારે ઈપીએફઓની ઓફિસ જવું પડશે. જો તમે ઓફિસ નથી શકતા તો તમે EPFIGMS પોર્ટલ (https://epfigms.gov.in/) પર રિકવેસ્ટ કરી શકો છો.

અહીં તમે બેંક ડિટેલ્સ અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરીને UAN નંબર જનરેટ કરી શકો છો. ત્યાર બાદ ઈપીએફ એકાઉન્ટને UAN અને KYC જેવી પ્રોસેસ પૂરી કરી અનબ્લોક કરી શકાય છે. 

KYC કરાવવી જરુરી 

EPF એકાઉન્ટને અનબ્લોક કરવા માટે KYC જરુરી છે. જો તમે હજુ સુધી કેવાયસી નથી કરાવી તો હવે જલ્દીથી આ કામ કરાવી દો. તમે ઈપીએફઓની ઓફિસ જઈને અથવા તો પછી ઓનલાઈન પણ કેવાયસી કરી શકો છો.  જો તમારી અનબ્લોક રિકવેસ્ટ એક્સેપ્ટ થઈ જાય છે તો તમારુ એકાઉન્ટ ફરીથી એક્ટિવ થઈ જશે. ઈપીએફ એકાઉન્ટને અનબ્લોક થયા પછી તમે ક્લેમ ફાઈલ કરી શકો છો.  

adv

Related News

post
post
post
post
post
post
post