• Home
  • News
  • કેરળની ચકચારી દહેજ પ્રેરિત આત્મહત્યા કેસમાં પતિને 10 વર્ષની સજા
post

વિસ્મયાએ વોટ્સએપ ગૃપમાં પોતાની સાથે થયેલા અત્યાચારની વાત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-24 16:50:45

નવી દિલ્હી: કેરળના કોલ્લમ જિલ્લામાં 22 વર્ષીય વિસ્મયા 21 જૂન, 2021ના રોજ કોલ્લમ જિલ્લાના સસ્થમકોટ્ટામાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. પોતાના ઘરે ફાંસી લગાવનાર મેડિકલ સ્ટુડન્ટ વિસ્મયા કેસમાં આજે ચુકાદો આવ્યો છે. જેમાં વિસ્મયાના પતિને દહેજ ઉત્પીડન અને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સિવાય કોર્ટે કુમાર પર 12,55,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છેજેમાંથી 2 લાખ રૂપિયા વિસ્મયાના માતા-પિતાને આપવામાં આવશે.

 

વિસ્મયાએ વોટ્સએપ ગૃપમાં પોતાની સાથે થયેલા અત્યાચારની વાત કરી:

ઘટનાના એક દિવસ પહેલાવિસ્મયાએ કુમાર દ્વારા દહેજ માટે ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેના શરીર પરના ઘા અને હુમલાના નિશાન હતા જેના ફોટો તેના સંબંધીઓને વોટ્સએપ પર મોકલવામાં આવી હતી. કેરળ પોલીસે તેની 500 થી વધુ પાનાની ચાર્જશીટમાં કહ્યું હતું કે,વિસ્મયાએ દહેજના ત્રાસને કારણે આત્મહત્યા કરી હતી. સમગ્ર કેસમાંકુમાર પર દહેજની માંગણીતેની પત્નીનું શારીરિક શોષણઇજા પહોંચાડવા અને ધમકી આપવા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો.

adv

Related News

post
post
post
post
post
post
post