• Home
  • News
  • હું એક હિન્દુ છુ અને મને બીફ ખાવાનો અધિકાર છેઃ કર્ણાટકના પૂર્વ સીએમ સિધ્ધારમૈયાનુ વિવાદિત નિવેદન
post

તેમણે આરોપ લગાવ્યો હતો કે, આરએસએસ દ્વારા બે સમુદાય વચ્ચે ટકરાવ થાય તેવી સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-24 17:02:23

નવી દિલ્હી: કર્ણાટકમાં હલાલ મીટ બાદ હવે બીફને લઈને ઘમાસાણ શરૂ થયુ છે. કર્ણાટકના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા સિધ્ધારમૈયા બીફને લઈને આપેલા નિવેદનના કારણે ચર્ચામાં છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, હું એક હિન્દુ છુ અને હજી સુધી મેં બીફ નથી ખાધુ પણ જો હું ઈચ્છુ તો બીફ ખાઈ શકુ છું અને તેના પર સવાલ ઉઠાવનારા તમે કોણ છો...બીફ ખાનારા માત્ર એક જ સમુદાયના લોકો નથી હોતા.

સિધ્ધારમૈયાએ કહ્યુ હતુ કે, હિન્દુ પણ બીફ ખાય છે અને ખ્રિસ્તીઓ પણ ખાય છે. મેં વિધાનસભામાં પણ કહ્યુ હતુ કે, તમે કોણ છો મને કહેનારા કે બીફ ના ખાવુ જોઈએ. મારે શું ખાવુ તે નક્કી કરવાનો મારો અધિકાર છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે, આરએસએસ દ્વારા બે સમુદાય વચ્ચે ટકરાવ થાય તેવી સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની ભાજપ સરકારે 2021માં કાયદો લાગુ કર્યો છે. જે પ્રમાણે ગાય ભેંસ સહીતના પશુઓનો વેપાર કરવો કે તેમની હત્યા કરવી કે ખરીદ વેચાણ કરવુ ગુનો બને છે.

adv

Related News

post
post
post
post
post
post
post