• Home
  • News
  • IT રેડ પર તાપસીની ચોખવટ:એક્ટ્રેસે કહ્યું, પેરિસમાં મારો કોઈ બંગલો નથી, પાંચ કરોડ રોકડા લીધા નથી; બોયફ્રેન્ડે સ્પોર્ટ્સ મિનિસ્ટર પાસે મદદ માગી
post

તાપસીએ સોશિયલ મીડિયામાં કંગનાને પણ આડેહાથ લીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-06 13:07:51

ફેન્ટમ ફિલ્મ્સના અનેક શૅર હોલ્ડર્સના ત્યાં આવકવેરાના અધિકારીઓએ સતત ચોથા દિવસે પણ દરોડા પાડ્યા છે. ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતાં લોકોની આજે પણ પૂછપરછ થશે. સૂત્રોના મતે, આવકવેરા વિભાગની ટીમ તે બેંકમાં જશે, જ્યાં ફેન્ટમના શૅર હોલ્ડર્સ અનુરાગ કશ્યપ, ક્વાન તથા ફેન્ટમ ફિલ્મ્સના પાર્ટનર મધુ મન્ટેના તથા ડિરેક્ટર વિકાસ બહલના ખાતા છે. આ દરોડા અંગે પહેલી જ વાર તાપસીએ પ્રતિક્રિયા આપી છે.

સો. મીડિયામાં પોસ્ટ શૅર કરી
તપાસીએ પહેલી પોસ્ટમાં કહ્યું હતું, '3 દિવસની તપાસ બાદ મુખ્ય રીતે 3 વાતો સામે આવી છે. પેરિસના જે કથિત બંગલાની ચાવી મારી પાસે હોવાની વાત કરવામાં આવી છે, ત્યાં હું ક્યારેય ગરમીમાં વેકેશન મનાવવા ગઈ નથી. આ બંગલાની માલિક હું છે, તેવું કહેવામાં આવે છે.'

બીજી પોસ્ટમાં કહ્યું હતું, 'પાંચ કરોડની કોઈ રિસિપ્ટ નથી. ના તેણે કોઈ પૈસા લીધા છે.'

છેલ્લી પોસ્ટમાં તાપસીએ કહ્યું હતું કે તે 2013માં કોઈ પણ દરોડા સાથે જોડાયેલી નથી. તેણે કહ્યું હતું, 'નાણામંત્રીના મતે 2013માં તેના ત્યાં દરોડા પડ્યાં હતાં. હવે તે સસ્તી કૉપી નથી.' 'સસ્તી કૉપી' કહીને તાપસીએ કંગનાને આડેહાથ લીધી છે. કંગનાએ અનેકવાર તાપસીને 'સસ્પી કૉપી' કહી છે.

તાપસીના બોયફ્રેન્ડે મદદ માગી
આ કેસમાં તાપસી પન્નુના બોયફ્રેન્ડ મેથિયસ બોઈએ સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજ્જુ પાસે મદદ માગી છે. મિથયસ ભારતીય બેડમિન્ટન ટીમનો કોચ છે. હાલમાં તે સ્વિસ ઓપન માટે સ્વિટ્ઝરલેન્ડમાં ભારતીય બેડમિન્ટનના ખેલાડીઓને કોચિંગ આપે છે.

તેણે સો.મીડિયામાં કહ્યું હતું, 'અત્યારે થોડો મુશ્કેલીમાં છું. પહેલીવાર કોચ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. જોકે, આ દરમિયાન તાપસીના ઘરમાં દરોડા પડ્યા છે અને તેના પરિવારને મુશ્કેલીમાં મૂકવામાં આવ્યો છે. કિરણ રજ્જુ પ્લીઝ કંઈક કરો.'

આવકવેરાના દરોડામાં 4 મોટા ઘટસ્ફોટ, CBDTએ કોઈ પણ વ્યક્તિ કે કંપનીનું નામ લીધું નથી
1. 
દરોડા વિશે CBDT એ ગુરુવારે જાણકારી આપી. તેમના જણાવ્યા મુજબ લીડિંગ પ્રોડક્શન હાઉસે પોતાની વાસ્તવિક બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક ઓછી બતાવી. આ ગોટાળો 300 કરોડનો છે. તેનો હિસાબ પ્રોડક્શન હાઉસ આપી શક્યું નથી.
2. 
પ્રોડક્શન હાઉસે શેર ટ્રાન્ઝેક્શનમાં શેરની કિંમત ઓછી બતાવી અને વ્યવહારમાં ગણ ગોટાળો કર્યો. આ સમગ્ર મામલો 350 કરોડની ટેક્સ ચોરીનો છે.
3. 
તાપસી પન્નુના ઠેકાણા પર જે દરોડા પડ્યા તેમાં પાંચ કરોડના વ્યવહારના સબૂત મળ્યા નથી.
4. 
અનુરાગના ઠેકાણા પર દરોડા દરમિયાન ખર્ચના બનાવટી સબૂત મળ્યા છે. તેમાં 20 કરોડની ટેક્સ ચોરી સામે આવી છે.

રાહુલ-જાવડેકર વચ્ચે શાબ્દિક યુદ્ધ

·         અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ વિરુદ્ધ આઈટી વિભાગે પાડેલા દરોડા મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર વ્યંગ કરતા લખ્યું કે, ‘ઉંગલી પર નચાના- એટલે કેન્દ્ર સરકાર આઈટી, ઈડી, સીબીઆઈ સાથે આવું જ કરે છે. ભીગી બિલ્લી બનના- એટલે કેન્દ્ર સરકાર સામે મિત્ર મીડિયા. ખિસિયાની બિલ્લી ખંબા નોચે- એટલે કેન્દ્ર સરકાર ખેડૂત સમર્થકો પર દરોડા પડાવે છે.

·         આ મુદ્દે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે પણ તેમની જ શૈલીમાં જવાબ આપતા લખ્યું કે, ‘સો ચૂહે ખાકર બિલ્લી ચલી હજ કો- એટલે કટોકટીમાં મીડિયાની આઝાદી પર અંકુશ મૂકનારી કોંગ્રેસનું મીડિયા ફ્રીડમ પર જ્ઞાન આપવું. ઉંગલી પે ગિને જા સકના- એટલે કોંગ્રેસની હાલની સ્થિતિ અને ચૂંટણી પરિણામો. રંગા સિયાર- સૌથી કોમવાદી પાર્ટી સેક્યુલરિઝમનો ઢોંગ કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post