• Home
  • News
  • "મેં કોઇ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કર્યું નથી": પૂર્વ મંત્રી રાજેન્દ્ર ગૌતમ
post

ગૌતમે વધુમાં કહ્યું કે, હવે એ દીક્ષાનું પુનરાવર્તન કર્યા પછી જ મારી ટીકા થઈ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-10 19:36:08

નવી દિલ્હી: ધાર્મિક લાગણી ભડકાવવાના આરોપો વચ્ચે દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે થોડા દિવસો પહેલા આ મામલે પોતાનો ખુલાસો કર્યો હતો. ગૌતમે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, હું એક ધાર્મિક વ્યક્તિ છું, હું તમામ દેવી-દેવતાઓનું સન્માન કરું છું. મેં કોઈની આસ્થા પ્રત્યે કોઈ શબ્દ ઉચ્ચાર્યો નથી, હું દરેકની આસ્થાનું સન્માન કરું છું. ભાજપના પ્રચારથી જે લોકોને દુઃખ થયું છે તે તમામની હું હાથ જોડીને માફી માંગુ છું."

પોતાના રાજીનામાને લઇને રાજેન્દ્ર ગૌતમે કહ્યું કે, "મેં રાજીનામું આપ્યું કારણ કે, દેશમાં દરરોજ બહેન-દીકરીઓની ઈજ્જત લૂંટાઈ રહી છે. આ કોઈ પક્ષની વાત નથી. આવી બાબતમાં પણ દેશના પીએમ-ગૃહમંત્રી મૌન સેવીને બેસ્યા છે. ડૉ.આંબેડકરે પણ બૌધ્ધ ધર્મની દિક્ષા લીધી હતી. તેમણે અછુત મુક્ત ભારત, જાતિવાદ મુક્ત ભારત બનાવવાની પ્રતિજ્ઞા લઈને બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી અને હવે દર વર્ષે હજારો સ્થળોએ કરોડો લોકો દીક્ષા લઇ રહ્યાં છે અને એ જ સંકલ્પનું પુનરાવર્તન કરે છે. ભારત સરકારે આ સંકલ્પ પણ છાપ્યો છે. BJP મારા વિશે અફવાઓ ફેલાઇ રહી છે."

ગૌતમે વધુમાં કહ્યું કે, હવે એ દીક્ષાનું પુનરાવર્તન કર્યા પછી જ મારી ટીકા થઈ રહી છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ સમગ્ર મામલાને આમ આદમી પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. બૌદ્ધ સમાજ દ્વારા મિશન જય ભીમનું આયોજન કરવામાં આવ્યું છે, આમ આદમી પાર્ટીને પણ ખબર નથી. જે રીતે અરવિંદ કેજરીવાલને આ વિવાદમાં ખેંચવામાં આવી રહ્યા છે, તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તે યોગ્ય નથી. અને આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે, ગુજરાતની અંદર ભાજપનું મેદાન સરકી રહ્યું છે. દેશમાં અને ગુજરાતમાં લોકો ભાજપથી નારાજ છે. ભાજપે કાળું નાણું ખતમ કરવાની વાત કરી હતી, મોંઘવારી ઘટાડવાની વાત કરી હતી, તેમજ લોકોને રોજગારી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ ભાજપ તેના એકપણ વચનને પૂર્ણ કરી શકી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post