• Home
  • News
  • PMના નવા વિમાનમાં એડ્વાન્સ મિસાઈલ સિસ્ટમ સામેલ કરાશે
post

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વિમાનમાં યાત્રા કરે છે તે વિમાન હવે ભારતીય એરફોર્સના પાયલટ ઉડાવશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-10 13:04:24

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વિમાનમાં યાત્રા કરે છે તે વિમાન હવે ભારતીય એરફોર્સના પાયલટ ઉડાવશે. એક સીનિયર અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું છે કે, એર ઈન્ડિયા દ્વારા ઈન્ડિયન એરફોર્સના પાયલટને આ માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. ભારત પાસે આવતા વર્ષે જુલાઈમાં બે કસ્ટમાઈઝ્ડ બી-777 પ્લેન આવશે. આ પ્લેનમાં નવી મિસાઈલ લગાવવામાં આવેલી હશે જે ઈમરજન્સીના સમયમાં દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકે. અત્યારે જે પ્લેન છે તે બી-747 છે. તેમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ યાત્રા કરતા હોય છે.

આવતા વર્ષે જુલાઈમાં અમેરિકન વિમાન નિર્માતા કંપની બોઈંગ બે નવા બી-777 વિમાન ભારત પહોંચાડશે. તેને માત્ર એરફોર્સના પાયલટ જ ઉડાવી શકશે. તેને એર ઈન્ડિયા-1 કહેવામાં આવશે. એરફોર્સના 4થી 6 પાયલટ્સને એર ઈન્ડિયા પહેલાં જ બી-777 ઉડાનની ટ્રેનિંગ આપી ચૂક્યા છે. તે સિવાય અમુક અન્ય પાયલટ્સને પણ ટ્રેનિંગ આપવામાં આવશે. તેમાં માત્ર રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જ ઉડાન ભરી શકશે. આ બંને વિમાનોમાં અલગથી પ્રેસ કોન્ફરન્સ રૂમ, પેશેંટ ટ્રાન્સપોર્ટ યૂનિટ અને મેડિકલ ઈમરજન્સી પણ સામેલ હશે. આ બંને વિમાન ભારત આવ્યા પછી સરકારે એર ઈન્ડિયા પાસેથી વિમાન નહીં લેવુ પડે. આ વિમાનોને ખરીદવા માટે સરકારે બજેટમાં અલગથી 4469.50 કરોડની જોગવાઈ કરી છે.

આ બંને વિમાનમાં બી-777 વિમાનમાં સ્ટેસ-ઓફ-ધી-આર્ટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ લગાડવામાં આવેલી હશે. આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું નામ લાર્જ એરક્રાફ્ટ ઈન્ફ્રારેડ કાઉન્ટરમેજર્સ (LAIRCM) છે. તે સિવાય તેમાં સેલ્ફ પ્રોટેક્શન સૂટ્સ (SPS) પણ હશે. આ બંને ડિફેન્સ સિસ્ટમની કિંમત અંદાજે રૂ. 1349 કરોડની આસપાસ છે. આ બંને સુરક્ષા સિસ્ટમ અમેરિકન રાષ્ટ્રપતિના એરફોર્સ વનમાં પણ લાગેલી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post