• Home
  • News
  • IAS ઓફિસર ટીના ડાબી અને પ્રદીપ ગવાંડેએ સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધુ
post

ઈન્સ્ટાગ્રામ પર જ દોઢ લાખ લોકો અને ફેસબૂક પર બીજા લાખો લોકો તેમની સાથે જોડાયેલા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-11 10:16:33

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર સક્રિય આઈએએસ ઓફિસર ટીના ડાબીએ સોશિયલ મીડિયાને હાલ પુરતુ બાય બાય કહી દીધુ છે. તેણે પોતાના ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને ફેસબક એકાઉન્ટ બંધ કરી દીધા છે.ટીનાએ શનિવારે આ નિર્ણય લીધો હતો.તેમના ભાવિ પતિ અને આઈએએસ ઓફિસર પ્રદીપ ગવાંડેએ પણ સોશિયલ મીડિયાથી દુર રહેવાનુ નક્કી કર્યુ છે.પ્રદીપ ગવાંડેએ પણ પોતાનુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરીદીધુ છે.

ટીના ડાબીના સોશિયલ મીડિયા પર ઘણા ફોલોઅર્સ છે.ઈન્સ્ટાગ્રામ પર જ દોઢ લાખ લોકો અને ફેસબૂક પર બીજા લાખો લોકો તેમની સાથે જોડાયેલા હતા. ટીનાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર જ પ્રદીપ ગવાંડે સાથે લગ્ન કરવા જઈ રહી છે તેવી જાહેરાત કરી હતી અને પોતાના ફોટો પણ શેર કર્યા હતા. આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર તસવીરોને લાખો લાઈક્સ મળી હતી.જોકે આ દંપતિએ સોશિયલ મીડિયાથી દુર રહેવાનુ નક્કી કર્યુ છે તેની પાછળનુ કારણ ટ્રોલર્સ હોવાનુ પણ મનાઈ રહ્યુ છે.

ટીના ડાબી સાથે લગ્નની જાહેરાત બાદ પ્રદીપ ગવાંડેના ફોલોઅર્સ પણ વધી ગયા હતા.જોકે તેમણે પણ પોતાનુ એકાઉન્ટ બંધ કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે, ટીના ડાબીએ આઈએએસ ટોપર અતહર ખાન સાથે પહેલા લગ્ન કર્યા હતા.એ પછી તેમના છૂટાછેડા થયા હતા અને હવે ટીના ડાબી બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post