• Home
  • News
  • CPR આપી IASએ જીવ બચાવ્યો:ચંદીગઢ હાઉસિંગ બોર્ડમાં બની ઘટના, સેક્રેટરીના ચેમ્બરમાં સુનાવણી દરમિયાન અચાનક ઢળી પડ્યા
post

યશપાલ ગર્ગે વધુમાં કહ્યું કે ભલે તેમણે અપનાવેલી CPRની રીત સંપૂર્ણપણે યોગ્ય ન હતી પરંતુ તે સમયે તેમના મગજમાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-18 19:16:20

ચંદીગઢ હાઉસિંગ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર યશપાલ ગર્ગે એક વ્યક્તિનો જીવ બચાવ્યો. સેક્ટર 41-એના જનક કુમાર સવારે ચંદીગઢ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં એક સુનાવણી માટે પહોંચ્યા હતા. અહીં સેક્રેટરીના ચેમ્બરમાં સુનાવણી દરમિયાન તેઓ અચાનક ઢળી પડ્યા હતા.

આ સમયે તેમને તરત જ ખુરશી પર બેસાડી દેવામાં આવ્યા. આ પછી યશપાલ ગર્ગે તેમને કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન (CPR) આપ્યું. લગભગ 1 મિનિટની CPRની પ્રક્રિયા પછી જનક કુમારની તબિયત સારી થઈ ગઈ અને તેમને પાણી આપવામાં આવ્યું હતું.

ગાડીમાં હોસ્પિટલ પહોંચાડ્યા
ત્યારબાદ તેમને તાત્કાલિક ચંદીગઢ હાઉસિંગ બોર્ડની ગાડીમાં સેક્ટર 16માં આવેલી GMSH ખાતે લઈ જવાયા હતા. સમયસર CPR આપતાં જનક કુમારનો જીવ બચી ગયો હતો.

CPR આપતાં ટીવી પર જોયું હતું
વર્ષ 2008 બેચ (AGMUT)ના IAS યશપાલ ગર્ગે વાતચીતમાં જણાવ્યું કે તેમણે CPR આપવાની ટ્રેનિંગ નથી લીધી. એક વખત ન્યૂઝ ચેનલ પર એક વીડિયો જોયો હતો. જેમાં એક દર્દી ડોક્ટરની સામે બેઠા હતા ડોક્ટર તેમને દવા લખીને આપી રહ્યાં હતા. તે દરમિયાન દર્દી અચાનક જ ખુરશીમાંથી નીચે પડી જાય છે. ડોક્ટરે તેમને ખુરશી બેસાડીને CPR આપ્યું અને તેઓ સારા થઈ ગયા હતા. લગભગ 2 મહિના પહેલાં ભારતમાં કોઈ જગ્યાએ આ ઘટના બની હતી.

યશપાલ ગર્ગે વધુમાં કહ્યું કે ભલે તેમણે અપનાવેલી CPRની રીત સંપૂર્ણપણે યોગ્ય ન હતી પરંતુ તે સમયે તેમના મગજમાં આવી. સમય બગાડ્યા વિના તેમણે CPR આપવાનું નક્કી કર્યું.

adv

Related News

post
post
post
post
post
post
post