• Home
  • News
  • IAS ટીના ડાબીને મળ્યો નવો લાઈફ પાર્ટનર:UPSC ટોપર તેનાથી 13 વર્ષ મોટા IAS સાથે એપ્રિલમાં બીજા લગ્ન કરશે, લાંચ કેસમાં આવી ચૂક્યું છે નામ
post

વર્ષ 2015માં આઈએએસમાં ટોપમાં આવવાને કારણે ટીના ડાબી સમાચારમાં હતા. તે પછી તેમણે સોશિયલ મીડિયા પર સતત વિવિધ મોટિવેશનલ પોસ્ટ શેર કરવાનું શરૂ કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-29 11:45:26

યુપીએસસી-2016ની ટોપર ટીના ડાબી એક વખત ફરી સમાચારમાં છે. રાજસ્થાનના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ સેક્રેટરી ટીના ડાબી 28 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવા જઈ રહ્યાં છે. તેમણે નવા લાઈફ પાર્ટનર તરીકે રાજસ્થાનના IAS પ્રદીપ ગવાંડેને પસંદ કર્યા છે. ગવાંડે હાલ રાજસ્થાનના આર્કિયોલોજી એન્ડ મ્યુઝીયમ ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટર છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી ટીના ડાબીએ તેના નવા લાઈફ પાર્ટનર સાથેના ફોટા શેર કર્યા છે.

પોસ્ટમાં લખ્યું- વો મુસ્કાન પહેન રહી હું, જો તુમ દે રહે હો
આઈએએસ ટીના ડાબીએ પ્રદીપ ગવાંડેની સાથે એક ફોટો શેર કરતા લખ્યું છે કે વો મુસ્કાન પહન રહી હું, જો તુમ દે રહે હો. તે પછી તેમના લગ્ન કરવાની ચર્ચા શરૂ થઈ ગઈ. એમ કહેવાઈ રહ્યું છે કે ડાબી અને ગવાંડે એપ્રિલમાં લગ્ન કરવાના છે. તે જયપુરની એક હોટલમાં 25 એપ્રિલે એક રિસેપ્શન પણ આપશે.

ગત વર્ષે જ છુટાછેટા થયા હતા
ટીના ડાબીએ આ પહેલા 2018માં પોતાની જ બેન્ચના આઈએએસ અધિકારી અતહર આમિર સાથે લગ્ન કર્યા હતા. જોકે ટીના અને અતહરે નવેમ્બર 2020માં જયપુરની ફેમિલિ કોર્ટમાં છુટાછેડાની અરજી દાખલ કરીને એક-બીજાથી અલગ રહેવાનો નિર્ણય કર્યો હતો. તે પછી ઓગસ્ટ 2021માં કોર્ટે બંનેના છુટાછેડાને મંજૂર કર્યા હતા.

ફોલોઅર્સ 14 લાખથી વધુ
વર્ષ 2015માં આઈએએસમાં ટોપમાં આવવાને કારણે ટીના ડાબી સમાચારમાં હતા. તે પછી તેમણે સોશિયલ મીડિયા પર સતત વિવિધ મોટિવેશનલ પોસ્ટ શેર કરવાનું શરૂ કર્યું છે. તેના પગલે હાલ તેમના સોશિયલ મીડિયા ફોલોઅર્સની સંખ્યા 1.4 મિલિયને પહોંચી ગઈ છે. ટીનાનો જન્મ મધ્યપ્રદેશના ભોપાલમાં થયો હતો. હાલ ટીના જયપુરમાં ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ સેક્રેટરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post