• Home
  • News
  • ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ:59 વિકેટ લઈ ચૂકેલો અશ્વિન બની શકે છે નંબર-1, સ્ટુઅર્ટ બ્રોડ અને પેટ કમિન્સ જ તેનાથી આગળ
post

અશ્વિન એક્ટિવ ક્રિકેટર્સમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર છે, ઓસ્ટ્રેલિયાનો નેથન લાયન 399 વિકેટ સાથે બીજા સ્થાને છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-03 11:03:03

ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને હાલમાં જ ટેસ્ટ કરિયરની 400 વિકેટ પૂરી કરી છે. આ સિદ્ધિ સાથે જ તે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ 59 વિકેટ લેનાર સ્પિનર બની ગયો છે. તેના પછી ઓસ્ટ્રેલિયાનો સ્પિનર નેથન લાયન છે. જોકે, ઓવરઓલ અશ્વિન ટોપ-5 વિકેટ ટેકરમાં ત્રીજા નંબરે છે.

આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયન પેસર પેટ કમિન્સ 14 ટેસ્ટમાં સૌથી વધુ 70 વિકેટ સાથે ટોપ પર છે. તેના પછી ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ છે, જેણે 17 મેચમાં 69 વિકેટ ઝડપી છે.

આવતી ટેસ્ટ ડ્રો થવા પર ટીમ ઇન્ડિયા ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમશે
અત્યારે ઇંગ્લેન્ડની ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપની બહાર થઈ ગઈ છે. ટીમ ઇન્ડિયા લગભગ ફાઇનલમાં પહોંચી જ ગઈ છે. ભારતે 4 ટેસ્ટની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. હવે શ્રેણીની અંતિમ મેચ જીતવી અથવા ડ્રો કરવી જરૂરી છે. જો ભારત ફાઇનલમાં પહોંચે તો ઓસ્ટ્રેલિયા રેસમાંથી બહાર થઈ જશે. ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા જ ફાઇનલમાં પહોંચી ગઈ છે.

તેવાં સ્ટુઅર્ટ બ્રોડ અને પેટ કમિન્સને આગળ તક મળશે નહીં, જ્યારે અશ્વિન પાસે 2 ટેસ્ટ રમવાની તક રહેશે. અશ્વિન ટોપ વિકેટ ટેકર બનવાથી માત્ર 12 વિકેટ દૂર છે. અશ્વિન જે પ્રકારના ફોર્મમાં છે, તે જોતા લાગે છે કે આ સિદ્ધિ પ્રાપ્ત કરી જ લેશે.

શ્રેણીમાં અશ્વિન ટોપ વિકેટ ટેકર
ઇંગ્લેન્ડ સામે શ્રેણીની 3 ટેસ્ટમાં અશ્વિને સૌથી વધુ 24 વિકેટ લીધી છે. તેણે પ્રથમ ટેસ્ટમાં 9 અને બીજી ટેસ્ટમાં 8 વિકેટ ઝડપી. ડે-નાઈટ ટેસ્ટમાં અશ્વિને 7 વિકેટ પોતાના નામે કરી. 2 ટેસ્ટમાં 18 વિકેટ સાથે અક્ષર પટેલ બીજા સ્થાને છે. જ્યારે 3 મેચમાં 16 વિકેટ સાથે ઇંગ્લિશ સ્પિનર જેક લીચ ત્રીજા સ્થાને છે.

અશ્વિન નંબર-1 એક્ટિવ સ્પિનર બન્યો
અશ્વિને ટેસ્ટ કરિયરમાં 400 વિકેટ પૂરી કરી. તેણે આ સિદ્ધિ ઇંગ્લેન્ડ સામે અમદાવાદમાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં મેળવી. અશ્વિન સૌથી વધુ વિકેટ લેનાર એક્ટિવ સ્પિનર બની ગયો છે. આ મામલે તેણે ઓસ્ટ્રેલિયાના નેથન લાયનને પાછળ છોડી દીધો છે. લાયને 100 ટેસ્ટમાં 399 વિકેટ લીધી છે.

સૌથી ઝડપી 400 વિકેટ લેનાર વર્લ્ડનો બીજો બોલર
અશ્વિન વર્લ્ડમાં સૌથી ઝડપી 400 વિકેટ લેનાર બીજો બોલર બની ગયો છે. તેણે 77 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે. આ મામલે શ્રીલંકાનો મુથૈયા મુરલીધરન ટોપ પર છે. મુરલીએ 72 ટેસ્ટમાં 400 વિકેટ પૂરી કરી હતી. આ પહેલા ભારતીય ક્રિકેટર્સમાં સૌથી ઝડપી 400 વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે હતો. તેમણે 85 ટેસ્ટમાં 400 વિકેટ પૂરી કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post