• Home
  • News
  • ધોનીએ કમબેક કરવું હોય તો તે નિર્ણય તેણે જાતે લેવાનો છે: રવિ શાસ્ત્રી
post

ભારતના હેડ કોચ રવિ શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "તે મહેન્દ્રસિંહ ધોનીને વર્લ્ડ કપ 2019 પછી મળ્યો નથી અને બંને વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત થઇ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-09 12:43:54

ભારતના હેડ કોચ રવિ શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "તે મહેન્દ્રસિંહ ધોનીને વર્લ્ડ કપ 2019 પછી મળ્યો નથી અને બંને વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત થઇ નથી." શાસ્ત્રી અનુસાર ધોનીનું નામ ભારતના સૌથી મહાન ખેલાડીઓની યાદીમાં આવે છે. તેણે વધુ ઉમેરતા કહ્યું કે, "ધોનીએ કમબેક કરવું હોય તો તે નિર્ણય તેણે જાતે લેવાનો છે. હું તેને વર્લ્ડ કપ પછી મળ્યો નથી. તેણે રમવાની શરૂઆત કરવી જોઈએ અને પછી જોવું જોઈએ કે બધું કઈ રીતે જઈ રહ્યું છે. મને નથી લાગતું કે તે વર્લ્ડ કપ પછી રમ્યો છે. જો તેને વાપસી કરવી હોય તો સિલેક્ટર્સને જાણ કરવી જોઈએ."

39 વર્ષીય ધોની વર્લ્ડ કપ પછી ઇન્ડિયન આર્મીની સેવા કરવા માટે કાશ્મીર ગયો હતો. તે ટીમ સાથે વિન્ડીઝના પ્રવાસે ગયો નહતો. તે પછી તેણે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાં પણ ભાગ લીધો ન હતો. તે નવેમ્બર સુધી ક્રિકેટથી દૂર રહેશે. તેની ગેરહાજરીમાં ટીમ મેનેજમેન્ટ ઋષભ પંતને ગ્રૂમ કરી રહી છે. જોકે તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. અત્યારે સિલેક્ટર્સ પંત સિવાય અન્ય વિકલ્પ પણ શોધી રહ્યા છે. પંતને તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં ડ્રોપ કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે ધોની આવતા વર્ષના ટી-20 વર્લ્ડ કપ સુધી ટીમને યોગદાન આપી શકે છે. આગામી દિવસોમાં તેના ભવિષ્ય અંગે ચિત્ર સ્પષ્ટ થાય તેવી સંભાવના છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post