• Home
  • News
  • કારની પાછલી સીટ પર સીટ બેલ્ટ નહીં લગાવો તો વાગશે એલાર્મ, ભરવો પડશે દંડ, 7 પોઈન્ટમાં સમજો નવો નિયમ
post

ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીના રોડ અકસ્માતમાં નિધન બાદ નિયમો કડક થવાના છે. કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રીએ જણાવ્યું કે પાછળની સીટ પર બેઠેલા વ્યક્તિએ પણ સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. ગડકરી પ્રમાણે આગામી ત્રણ દિવસમાં સરકાર સીટ બેલ્ટ સાથે જોડાયેલો નવો આદેશ જાહેર કરશે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-07 18:27:59

નવી દિલ્હીઃ દેશના મોટા કારોબારી સાઇરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન બાદ હવે સેફ્ટીને લઈને નિયમ કડક બનવાના છે. સાઇરસ મિસ્ત્રીનું રવિવારે રોડ અકસ્માતમાં નિધન થયું હતું. તે કારની પાછલી સીટ પર બેઠા હતા અને સીટ બેલ્ટ બાંધ્યો નહોતો. ત્યારબાદથી નિષ્ણાંતો પાછલી સીટ પર બેઠનાર યાત્રીકો માટે પણ સીટ બેલ્ટ લગાવવાની જરૂરી વાત કહી રહ્યાં છે. હવે સરકાર આ સંબંધમાં નવો આદેશ જાહેર કરવાની છે. 

કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે હવે પાછલી સીટ પર બેઠનાર વ્યક્તિએ પણ સીટ બેલ્ટ લગાવવો જરૂરી હશે. તેમણે જણાવ્યું કે જો પાછલી સીટ પર બેઠેલ વ્યક્તિ સીટ બેલ્ટ નહીં લગાવે તો દંડ ફટકારવામાં આવશે. 

સરકારે આ નિર્ણય કેમ લીધો? શું અત્યાર સુધી પાછલી સીટ પર સીટ બેલ્ટ લગાવવો જરૂરી નહોતો? સીટ બેલ્ટને લઈને સરકારનો આદેશ ક્યારે આવશે? જાણો તમામ સવાલના જવાબ..

1. સરકારે ક્યો નિર્ણય લીધો?
કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે એક ખાનગી કાર્યક્રમમાં સરકારના નિર્ણયની જાણકારી આપી. તેમણે જણાવ્યુ કે હવે પાછલી સીટ પર બેસવા પર સીટ બેલ્ટ જરૂરી હશે. તેમ ન કરવા પર દંડ ભરવો પડશે. 

2. બેલ્ટ નહીં લગાવો તો એલાર્મ વાગશે?
અત્યાર સુધી આગળની સીટ પર બેઠેલી વ્યક્તિ સીટ બેલ્ટ ન પહેરે તો એલાર્મ વાગે છે. પરંતુ હવે પાછલી સીટ પર બેઠેલો વ્યક્તિ સીટ બેલ્ટ નહીં પહેરો તો એલાર્મ વાગશે. ગડકરીએ આ વાતની જાણકારી આપી છે. 

3. આ આદેશ ક્યાં સુધી આવશે?
નીતિન ગડકરીએ કહ્યુ કે આ સંબંધમાં ત્રણ દિવસમાં આદેશ લાગૂ થઈ જશે. એટલે પાછલી સીટ પર બેઠેલી વ્યક્તિએ સીટ બેલ્ટ લગાવવો ફરજીયાત હશે. આ આદેશ તમામ પ્રકારની ગાડીઓ પર લાગૂ થશે. ગાડી નાની હોય કે મોટી, પાછલી સીટ પર બેઠેલી વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધવો પડશે. 

4. અત્યાર સુધી આ કાયદો નહોતો?
કારમાં સવાર વ્યક્તિ માટે સીટ બેલ્ટ લગાવવો અને ટૂ-વ્હીલર સવાર વ્યક્તિએ હેલમેટ પહેરવું જરૂરી છે. 2019માં મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરવામાં આવ્યું હતું. 

- મોટર વ્હીકલ એક્ટની કલમ 194(B)(1) માં લખ્યું છે કે જો કોઈ મોટર ચલાવે છે કે યાત્રીઓને લઈ જાય છે, તો સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. આમ ન કરવા પર એક હજાર રૂપિયાનું ચલણ વસૂલવામાં આવશે. 

5. બાળકો માટે પણ જરૂરી છે શું?
હાં, કારમાં સવાર બધા લોકોએ સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટની કલમ 194(B)(2) કહે છે કે કારમાં 14 વર્ષથી નાની ઉંમરનું કોઈપણ બાળક છે તો તેણે પણ સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. તેમ ન કરવા પર એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. 

- નાના બાળકો માટે અલગથી સીટ આવે છે. તેને કારમાં લગાવવાની હોય છે, જેનાથી બાળક સુરક્ષિત રહે છે. કાયદામાં 14 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના બાળકોએ સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે, પરંતુ જે 14 વર્ષથી ઓછી ઉંમરના છે, તેના માટે સેફ્ટી રાખવી જરૂરી છે. 

6. કાયદો છે તો નવો નિયમ કેમ?
સરકારે આ નિર્ણય સાઇરસ મિસ્ત્રીના મોત બાદ લીદો છે. મિસ્ત્રીનું રવિવારે પાલઘરમાં રોડ અકસ્માતમાં  નિધન થઈ ગયું હતું. તેમની સાથે જહાંગીર દિનશો પંડોલેનું પણ મોત થયું હતું. બંને કારની પાછળની સીટ પર બેઠા હતા, અને સીટ બેલ્ટ પહેર્યો નહોતો. નિષ્ણાંતો માની રહ્યાં છે કે કારમાં સવાર બધા લોકોએ સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. પરંતુ પાછળ બેઠેલા લોકો સીટ બેલ્ટ લગાવતા નથી. 

7. કેમ જરૂરી છે સીટ બેલ્ટ?
સીટ બેલ્ટને ખુબ સુરક્ષિત માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કારમાં બેઠો છે અને તેણે સીટ બેલ્ટ લગાવ્યો નથી. તો દુર્ઘટનાની સ્થિતિમાં વ્યક્તિ ઉછળીને બહાર પણ આવી શકે છે, તેનાથી તેને ગંભીર ઈજા થઈ શકે છે અથવા મોત પણ થઈ શકે છે. એટલે કે કારમાં મુસાફરી કરનાર દરેક વ્યક્તિએ સીટ બેલ્ટ પહેરવો જરૂરી માનવામાં આવે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post