• Home
  • News
  • 'Risk Hai Toh Ishq Hai' રૂપિયા અહીં લગાવશો તો દર મહિને મળશે ફિક્સ આવક!
post

બજારમાં એવા ઘણા વિકલ્પો હોય છે જેમાં તમે રોકાણ કરી વધારાની આવક મેળવી શકો છો. રૂપિયાની ખાસ જરૂરિયાત હોય તેવા કિસ્સાઓમાં આ વિકલ્પો ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. નિવૃતિ સમયે પણ વધારાની આવક સહાયરૂપ નીવડે છે. મોટાભાગના લોકો એવા રોકાણનો વિકલ્પ શોધતા હોય છે જેમાં નિયમીત રીતે આવક મળતી રહે. નિયમિત રીતે આવક મેળવવા માટે પહેલા એક રકમનું કોઈ સ્કીમમાં રોકાણ કરવું પડે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-17 11:46:18

નવી દિલ્હી: હાલના સમયમાં પૈસા ઘરમાં કે બેંકના સેવિંગ ખાતામાં મુકી રાખવાનો કોઈ ફાયદો નથી. ક્યાં તો એને મ્યુચલફંડમાં મુકો કે પછી કોઈ સેવિંગ સ્કીમમાં ઈનવેસ્ટ કરો તો જ પૈસા પૈસાને ખેંચશે. આ અમે નથી કહી રહ્યાં હવે તો ફાઈનાન્સ સેક્ટરના નિષ્ણાંતો પણ હર્ષદ મહેતાનો ડાયલોગ મારે છેકે, રિસ્ક હૈ તો ઈશ્ક હૈ...અમે તમને પૈસા શેર બજારમાં નાંખવાની સલાહ નથી આપી રહ્યાં. પણ તમે તમારી બચતને ફિક્સ ડિપોઝિટ કે પછી એસઆઈપી કરી શકો છો. જેનાથી તમને સામાન્ય સેવિંગ ખાતા કરતા સારું વળતર મળશે.

બજારમાં એવા ઘણા વિકલ્પો હોય છે જેમાં તમે રોકાણ કરી વધારાની આવક મેળવી શકો છો. રૂપિયાની ખાસ જરૂરિયાત હોય તેવા કિસ્સાઓમાં આ વિકલ્પો ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. નિવૃતિ સમયે પણ વધારાની આવક સહાયરૂપ નીવડે છે. મોટાભાગના લોકો એવા રોકાણનો વિકલ્પ શોધતા હોય છે જેમાં નિયમીત રીતે આવક મળતી રહે. નિયમિત રીતે આવક મેળવવા માટે પહેલા એક રકમનું કોઈ સ્કીમમાં રોકાણ કરવું પડે છે.  ન માત્ર નિયમીત આવક પરંતું તે રૂપિયાનું જોખમ પણ ઓછું હોય. અહીં એવા 4 વિકલ્પોની વાત કરીએ જેમાં રોકાણથી તમને ફાયદો થશે.

1. POST OFFICE MIS:
પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (POMIS) અંતર્ગત સિંગલ ખાતામાં ઓછામાં ઓછું 4.5 લાખ રૂપિયા અને જોઈન્ટ ખાતામાં 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. આ સ્કીમોમાં 6.6 ટકા વાર્ષિક વ્યાજદર છે. વાર્ષિક વ્યાજને 12 ભાગમાં વહેચીને દર મહિને ખાતામાં રૂપિયા જમા કરવામાં આવશે.

2. SBI ANNUITY DEPOSITE SCHEME:
SBI
એન્યુટી ડિપોઝિટ સ્કીમ અંતર્ગત દર મહિને મોટી રકમ સાથે વ્યાજ મળે છે. આ સ્કીમમાં 36,60,84 અને 120 મહિના માટે રૂપિયા રોકી શકાય છે. MINIMUM ANNUITY 1 હજાર રૂપિયા માસિક હોય છે. આ સ્કીમમાં ટર્મ ડિપોઝીટ જેટલું વ્યાજ મળે છે.

3.સિસ્ટેમેટિક વિડ્રોલ પ્લાન (SWP):
SWP
માં રોકાણકાર એક નક્કી કરેલી રકમ પોતાના રોકાણમાંથી ઉપાડી શકે છે. રેગ્યુલર આવક માટેનો આ સારો વિકલ્પ છે.  ન માત્ર માસિક પરંતું દરરોજ, દર અઠવાડિયે અને 15 દિવસ માટે તથા 6 મહિના માટે રોકાણકાર રૂપિયા ઉપાડી શકે છે.

4. ડિવિડન્ડ ઓપ્શન:
દર મહિને આવકની જરૂરિયાત હોય તો ડિવિડન્ડ બહુ સારો વિકલ્પ છે. આ સ્કીમમાં FD કરતા વધારે સારું રિટર્ન મળે છે. કોપર્સ બનાવીને દર મહિને એક મર્યાદિત આવક મેળવી શકાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post