• Home
  • News
  • IITના પ્રોફેસરનો દાવો:નવો વેરીએન્ટ નહીં આવે તો ત્રીજી લહેર પણ નહીં આવે, કેરળમાં 1 મહિનામાં કોરોનાના કેસ ઘટશે એવી શક્યતા
post

પ્રો.અગ્રવાલે દાવો કર્યો હતો કે કોરોના વિરુદ્ધ યુપીનું મોડલ અસરકારક રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-06 11:11:09

કોરોનાની બીજી લહેર કાબુમાં આવી ગઈ છે પણ ત્રીજી લહેરનું સંકટ હજુ પણ યથાવત છે ત્યારે આઇઆઇટી કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે દાવ કર્યો છે કે જો કોરોના વાઇરસનો નવો વેરીઅન્ટ નહીં આવે તો ત્રીજી લહેર આવશે નહીં. તેમણે કહ્યું હતું કે જો ડેલ્ટા વેરીઅન્ટ જ રહેશે અને નવો વેરીઅન્ટ નહીં આવે તો કોરોના વિરુદ્ધની લડાઈમાં આપણે જીતની નજીક પહોંચી જઈશું. જો કે કેરળમાં હજુ પણ કોરોનાના કેસ મોટી સંખ્યામાં છે.

પ્રોફેસર અગ્રવાલે જણાવ્યું હતું કે કેરળમાં કોરોના પર નિયંત્રણ આવશે એ સાથે આપણે મહામારી પર અંકુશ મેળવી લઈશું. કેરળમાં એક મહિનામાં કોરોનાના કેસ ઘટી જશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રો.અગ્રવાલે દાવો કર્યો હતો કે કોરોના વિરુદ્ધ યુપીનું મોડલ અસરકારક રહ્યું છે. અહીં 75 ટકા કરતા વધુ લોકોમાં કોરોના વિરુદ્ધ ઇમ્યુનિટી બની ગઈ છે. તેમણે એમપણ કહ્યું હતું કે ત્રીજી લહેર નહીં આવે એ પાછળનું એક મહત્ત્વનું પરિબળ દેશમાં વ્યાપકસ્તરે થઈ રહેલું રસીકરણ પણ છે. દેશમાં રસીકરણમાં ઝડપી વધારો થયો છે. ભારતીય વેક્સિન કોરોના વિરુદ્ધ સૌથી અસરકારક છે. જો કોવેક્સિન કે કોવિશીલ્ડમાં વિલંબ થયો હોત તો સ્થિતિ વણસી હોત.

 

adv

Related News

post
post
post
post
post
post
post