• Home
  • News
  • કેનેડાથી USમાં ગેરકાયદે ઘૂસતા હતા:ક્યૂબેક-ઓન્ટારિયો બોર્ડર નજીક સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી, ભારતીય પરિવાર સહિત 8નાં મૃતદેહો મળ્યા
post

એક મહિના પહેલાં જ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસતા ભારતીયો પકડાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-01 11:23:36

ટોરોન્ટો: કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ લોકોના મોત થયા છે. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃત્યુ પામેલાઓમાં એક પરિવાર ભારતીય હતો. રોયટર્સ અનુસાર, પરિવાર બોટ દ્વારા સેન્ટ લોરેન્સ નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસને ગુરુવારે ક્યુબેકના એક વિસ્તારમાં પલટી ગયેલી બોટ નજીકથી મૃતદેહો મળ્યા હતા.

અમેરિકાની એક્વેસ્ને મોહોકના પોલીસ વડાએ જણાવ્યું કે એવું માનવામાં આવે છે કે તેઓ બે પરિવારના હતા. એક પરિવાર રોમાનિયન મૂળનો છે અને બીજો ભારતીય મૂળનો છે. તમામ કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે હજુ સુધી ભારતીય પરિવાર વિશે વધુ માહિતી મળી નથી.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- અકસ્માત ખૂબ જ દર્દનાક હતો. અત્યારે અમારી પાસે ત્યાં શું અને કેવી રીતે થયું તેની ચોક્કસ માહિતી નથી. અમે બનાવની તપાસ કરી રહ્યા છીએ. આ પછી ફરી આવું ન થાય તે સુનિશ્ચિત કરીશું.

ખરાબ હવામાનના કારણે બોટ પલટી
જ્યારે હેલિકોપ્ટરથી સર્ચ ચાલી રહ્યું હતું ત્યારે જાણવા મળ્યું કે જેમની બોટ છે તે વ્યકિત ગૂમ છે. તેની શોધખોળ ચાલી રહી છે અને જે બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા તેમની પાસે કેનેડાના પાસપોર્ટ હતા. પોલીસે જણાવ્યું કે બુધવારે રાત્રે આ વિસ્તારમાં હવામાન ખરાબ હતું. બંને પરિવારો જે બોટમાં મુસાફરી કરી રહ્યા હતા તે બોટ ઘણી નાની હતી. આવી સ્થિતિમાં ભારે વરસાદ અને પવનને કારણે બોટ પલટી ગઈ હોય તેવી શકયતા છે.

મૃતકો ભારતીય પરિવારના સભ્યો હોવાની આશંકા
મૃતદેહો છ પુખ્ત વયના અને બે બાળકોના છે, જેમાં એક ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકનો સમાવેશ થાય છે, જેની પાસે કેનેડિયન પાસપોર્ટ હતો, જ્યારે અન્ય એક શિશુની લાશ પણ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ મૃતકો ભારતીય પરિવાર અને રોમાનિયન પરિવારના સભ્યો હોવાનું જણાય છે. જેઓ કેનેડાથી ગેરકાયદે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય પરિવારના હોવાના મનાતા મૃતકોની ઓળખ અંગે હજુ વિગતો પ્રાપ્ત થઈ નથી.

પોલીસના જણાવ્યા પ્રમાણે કે સી ઓક્સ કે જેની વય 30 વર્ષ છે અને એક્વેસાસ્નેના રહેવાસી છે, તેઓ હજુ પણ લાપતા છે. ઓક્સ બુધવારે છેલ્લે કોર્નવોલ આઈલેન્ડથી એક નાની, આછા વાદળી રંગની બોટમાં સવાર થતા જોવા મળ્યા હતા. સર્ચ ઓપરેશનમાં સામેલ એક્વેસાસ્ને મોહોક પોલીસ સેવાના નાયબ પોલીસ વડા લી-એન ઓ'બ્રાયને શુક્રવારે આ માહિતી આપી હતી. તેમના કહેવા પ્રમાણે નદીમાંથી મૃતદેહોની નજીકમાં પાણીમાં પલટી ગયેલી બોટ મળી આવી હતી.

વાસ્તવમાં, ગુરુવારે સેન્ટ લોરેન્સ નદીમાંથી પાંચ પુખ્ત વયના લોકો અને એક બાળકના મૃતદેહ મળી આવ્યા હતા, એવું માનવામાં આવે છે કે તેઓ કેનેડાથી ગેરકાયદેસર રીતે યુ.એસ.માં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા બે અલગ-અલગ પરિવારોના હોવાનું માનવામાં આવે છે.

7-8 લોકોને પણ સુરક્ષિત ન લઈ જઈ શકે એટલી નાની હતી બોટ
બુધવારની રાત્રે આ વિસ્તારમાં ભારે પવન અને વરસાદ સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ અધિકારી ઓ'બ્રાયને કહ્યું હતું, "પાણી પર ઊતરવાનો એ સમય સારો ન હતો." પોલીસને તે રાત્રે લોકો તરફથી બે 911 કોલ મળ્યા હતા, જેમણે પાણીમાં ડૂબતા લોકોની બૂમો સાંભળી હતી.

અન્ય એક પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે, "આ દુર્ઘટનાનું કારણ કંઈપણ હોઈ શકે છે, તે એક ખામીયુક્ત બોટ હોઈ શકે છે, તે માનવ ભૂલ પણ હોઈ શકે છે અને તે તપાસ બાદ નક્કી થશે." અધિકારીના અનુસાર, નદીમાં પલટી ગયેલી બોટને નુકસાન થયું હોવાનું જોવા મળ્યું છે. ઓક્સના પરિવારે તેઓ લાપતા થયાની ફરિયાદ નોંધાવ્યા પછી સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. બોટ એટલી નાની હતી કે 7-8 લોકોને પણ સુરક્ષિત રીતે પાણીમાં લઈ જઈ શકે તેમ નહોતી.

ક્યુબેક-ઓન્ટારિયો બોર્ડર નજીક ગેરકાયદે માનવ તસ્કરીની વધતી ઘટનાઓ
ક્યુબેક-ઓન્ટારિયો બોર્ડર નજીક એક્વાસાસ્ને પ્રદેશમાં સેન્ટ લોરેન્સ નદીમાં બોટ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકો ગેરકાયદે યુએસમાં પ્રવેશ કરવા પ્રયાસ કરી રહ્યા હતા. અધિકારીઓના અનુસાર, છેલ્લા ઘણા સમયથી અહીંથી યુએસમાં ગેરકાયદે પ્રવેશ કરવાની ઘટનાઓમાં વધારો થયો છે. અગાઉનાં વર્ષોની તુલનામાં 2022માં કેનેડાથી યુએસ જવાનો પ્રયાસ કરતા લોકોની સંખ્યામાં આઠ ગણાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જેમાં 2022માં 6400થી વધુ લોકો ક્યુબેક અથવા ઓન્ટારિયો થઈને ન્યૂયોર્ક આવ્યા હતા.

એક મહિના પહેલાં જ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસતા ભારતીયો પકડાયા

એક મહિના પહેલાં જ કેનેડાથી બોટ દ્વારા ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશવા બદલ યુએસ બોર્ડર ઓથોરિટીએ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં બે ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)એ એક નિવેદનમાં જણાવાયું હતું કે, ડેટ્રોઇટ સેક્ટરના યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટોએ યુએસના રાજ્ય મિશિગનમાં અલ્ગોનાક નજીક સ્મગ્લિંગનો પ્રયાસ કરતા પાંચ વિદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે 20 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે રિમોટ વીડિયો સર્વેલન્સ સિસ્ટમ પર દેખરેખ રાખતા બોર્ડર પેટ્રોલ ડિસ્પેચર્સે સેન્ટ ક્લેર નદી પરની એક બોટને જાણીતા સ્મગ્લિંગ માર્ગની નજીક આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતા જોઇ અને તરત જ આ વિસ્તારના એજન્ટોનો સંપર્ક કર્યો

adv

Related News

post
post
post
post
post
post
post