• Home
  • News
  • IMFએ ભારતના GDP ગ્રોથના અનુમાનમાં ઘટાડો કર્યો, સમગ્ર દુનિયા પર અસર થશે, 2021માં સુધરીને 6.5 ટકા ગ્રોથની સંભાવના
post

અમેરિકા- ચીન વચ્ચે બિઝનેસ ડીલ બાદ ઉત્પાદન સેક્ટરમાં ગતિવિધિઓમાં સુધાર થશે-IMF

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 08:57:55

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોશે(IMF) ભારતીય અર્થવ્યવસ્થામાં વધારાના અનુમાનને ઘટાડી દીધો છે. IMFએ કહ્યું છે કે નાણાકીય વર્ષ 2019-20માં ભારતનો GDP માત્ર 4.8 ટકા રહેશે. ભારતમાં સુસ્તીના કારણે દુનિયામાં ગ્રોથનું અનુમાન ઘટાડવું પડ્યું છે. વૈશ્વિક આર્થિક મંચની બેઠક દરમિયાન IMFએ અનુમાન કર્યું હતું. IMFએ કહ્યું કે ભારત અને તેના જેવા અન્ય ઉભરતા દેશોમાં ચાલી રહેલી સુસ્તીના કારણે તેમને દુનિયાના ગ્રોથનું અનુમાન પણ ઘટાડવું પડ્યું છે. જોકે IMFએ એ પણ આશા જણાવી કે અમેરિકા-ચીન વચ્ચે બિઝનેસ ડીલના લીધે ટૂંક સમયમાં દુનિયાની મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓમાં સુધાર થશે. IMFએ એમ પણ કહ્યું કે વર્ષ 2020 સુધી ભારતીય અર્થવ્યવસ્થામાં 5.8 તેમજ 2021માં ગ્રોથ સુધરીને 6.5 ટકા રહી શકે છે.


ગ્લોબલ GDP માં કેટલી વૃદ્ધિ થશે?

2019માં દુનિયાની અર્થવ્યવસ્થામાં 2.9 ટકા અને 2020માં 3.3 ટકા ગ્રોથનું અનુમાન IMFએ જાહેર કર્યું છે. IMF પ્રમાણે 2021માં વૈશ્વિક અર્થવ્યવસ્થાની ગતિ વધશે અને તેમાં 3.4 ટકાની વૃદ્ધિ થઇ શકે છે.


સુસ્તી શા માટે આવી ?

દાવોસમાં ચાલી રહેલા વૈશ્વિક આર્થિક મંચમાં IMFની બેઠક દરમિયાન અનુમાન જાહેર કર્યું છે. આ પહેલા IMFએ ચાલુ નાણકીય વર્ષમાં 6.1 નો ગ્રોથ થવાનું અનુમાન કર્યું હતું. IMFની વર્લ્ડ ઇકોનોમિક આઉટકલુક રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં બેન્કિંગ સિવાયના નાણાકીય સેક્ટરમાં મુશ્કેલીના કારણે ઘરગથ્થુ માંગ ઝડપથી ઘટી રહી છે અને લોન વધારાની ગતિ ધીમી પડી છે.


6 વર્ષના નીચલા સ્તર પર GDP

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભારતનો GDP ગ્રોથ 4.5 ટકા પર પહોંચી ગયો હતો. તે 6 વર્ષનું સૌથી નિચલું સ્તર છે. બીજી તરફ લગાતાર 6 ત્રિમાસિકથી ગ્રોથ રેટમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આગળ પણ પરિસ્થિતિ કપરી જણાઇ રહી છે. મૂડીઝ સહિત ઘણી રેટીંગ એજન્સીઓ ભારતના વિકાસ દરના અનુમાનમાં ઘટાડો કરી ચૂકી છે.


ચિત્તાની ઝડપથી વધી રહી છે અમીરી

1 વર્ષમાં દેશમાં 1% અમીરોની સંપત્તિ 39% વધી. ભારતના અતિ ધનિક એક ટકા લોકો પાસે દેશની 70% વસતીની કુલ સંપત્તિથી ચાર ગણું વધારે ધન.


કીડી જેવી છે મહિલાઓની કમાણી

ટોપ ટેક કંપનીના સીઈઓ એક વર્ષમાં જેટલું કમાય છે, ઘરકામ કરતી એક મહિલાને એટલી કમાણી કરતા ઓછામાં ઓછા 22,277 વર્ષ થઈ જશે.


ગાયની જેમ સેવા કરતી મહિલાઓ

79%થી વધુ મહિલાઓ રોજેરોજ રસોઈ, સાફ-સફાઈ, પરિવારની દેખભાળનું કામ કરીને પગાર વિના રોજ 3.26 અબજ કલાક કામ કરે છે.


અજગરના વિકરાળ જડબા જેવી બેકારી

ભારતમાં કુલ 20થી 22 કરોડ નોકરીઓ છે. તાજા આંકડા પ્રમાણે, આશરે 12 કરોડ લોકો બેકાર છે. રોજ સરેરાશ 35 બેકાર આત્મહત્યા કરે છે.


adv

Related News

post
post
post
post
post
post
post