• Home
  • News
  • કેરળમાં ઈન્ફેક્શન થયેલા 2 વિદ્યાર્થીઓની સ્થિતિમાં સુધારો; ચીનમાં દોઢ મહીનામાં 1500ના મોત, 63 હજારથી વધુ કેસ નોંધાયા
post

ચીનમાં કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત હુબેઈ પ્રાંતમાં અત્યાર સુધીમાં 1426 લોકોના મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-14 11:34:27

નવી દિલ્હી: ચીનમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 1491 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 63,837 લોકોની પુષ્ટિ થઈ ચૂકી છે. ચીન પછી સૌથી વધુ મામલા સિંગાપોર(58)માં પ્રકાશમાં આવ્યા છે. કેરળમાં સંક્રમિત 3 વ્યક્તિઓમાંથી 2ની સ્થિતિમાં સુધારો થયો છે. સૌથી વધુ પ્રભાવિત હુબેઈમાં અત્યાર સુધીમાં 80-100 ભારતીયો ફસાયેલા હોવાની શકયતા છે. જાપાનમાં ક્રૂઝ પર પણ 160માંથી 2 ભારતીય સંક્રમિત છે.

·         કેરળના સ્વાસ્થ્ય અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું કે કેરળમાં સંક્રમિત 3 લોકોમાંથી બે મેડિકલના વિદ્યાર્થીઓની સ્થિતિમાં સુધારો થયો છે. બાદમાં તેમના રિપોર્ટીની તપાસ કરવામાં આવી, જે નેગેટિવ આવી છે. બાદમાં અલાપુઝા મેડિકલ સ્ટુડન્ટને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પહેલા ત્રિશૂરમાં મેડિકલ સ્ટુડન્ટનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો.

·         કેરળના સ્વાસ્થ્ય મંત્રી કે કે શૈલજાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓનો સેમ્પલ રિપોર્ટ જોયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમની સ્થિતિ હાલ સંતોષજનક છે. હવે તેમની દેખરેખ ઘરે કરવામાં આવશે.

·         તેમણે કહ્યું- કેરળમાં 2397 વ્યક્તિઓ દેખરેખ હેઠળ છે. તેમાં 2375 વ્યક્તિઓ તેમના ઘરોમાં અને 22 હોસ્પિટલમાં દેખરેખ હેઠળ છે. 402 શકાસ્પદોના સેમ્પલની તપાસ માટે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાઈરોલોજી(NIV)માં મોકલવામાં આવ્યા છે. તેમાં 363નો રિપોર્ટ નિગેટિવ આવ્યો છે. બાકીના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

·         સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ- ઘરોમાં દેખરેખ હેઠળના 122 લોકોને પણ રજા આપવામાં આવી છે. થોડા દિવસો અગાઉ 1040 વ્યક્તિઓને દેખરેખથી બહાર રાખવામાં આવ્યા હતા. જોકે સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ છે. ચીનથી આવનાર મુસાફરોને 28 દિવસો સુધી સાર્વજનિક જગ્યાઓ પર જવાની સલાહ આપવામાં આવી છે.

વુહાનમાં 800 પાકિસ્તાનના વિદ્યાર્થીઓ ફસાયા
વુહાન શહેરમાં 800થી વધુ પાકિસ્તાની વિદ્યાર્થીઓ ફસાયા છે. તેમને સરકારને અહીંથી નિકળવાની અપીલ કરી છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ માનસિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે. 2015થી વુહાનમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા રેહાન રશીદે પાકિસ્તાન સરકાર અને વડાપ્રધાન ઈમરાન ખાનની ટીકા કરતા કહ્યું કે શહેરને લોકડાઉન કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન સરકારે વિદ્યાર્થીઓને નીકાળવા બાબતે ઈન્કાર કર્યો હતો.

પાકિસ્તાનના વિદ્યાર્થીઓએ કહ્યું- અહીં ભયજનક સ્થિતિ છે

ચીનથી ફોન પર વાત કરતા વિદ્યાર્થી રશીદે કહ્યું- અમને અહીંથી નીકાળવામાં આવી રહ્યાં નથી. સિવાય કોઈ મદદ પણ કરાઈ રહી નથી. અમે બધા ડરેલા છે. એક ભયજનક સ્થિતિ છે. અમે 20 દિવસથી વધુ સમયથી હોસ્ટેલના રૂમમાં પુરાયેલા છે. ખાવા કે અન્ય જરૂરી ચીજો માટે પણ બહાર જવા દેવામાં આવતા નથી. પહેલા પણ જ્યારે ભારતે પોતાના લોકોને વુહાનથી નીકાળ્યા હતા, ત્યારે પાકિસ્તાન વિદ્યાર્થીઓએ એક વીડિયો બહાર પાડીને સરકારને નીકાળવા માટે અપીલ કરી હતી. પાકિસ્તાન સરકારના અધિકારીઓએ વિદ્યાર્થીઓને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓના માતા-પિતા અને સંબધીઓ ઈસ્લામાબાદમાં પોતાના બાળકોને ત્યાંથી નીકાળવાની માંગને લઈને દેખાવ પણ કરી રહ્યાં છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post