• Home
  • News
  • પાકિસ્તાનના સેનાપ્રમુખ બાજવા સાથે મીટિંગ બાદ ઇમરાન ખાન રજા પર ગયા
post

પાકિસ્તાનમાં રાજકીય ગરમાવો ફરી તેજ થયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-19 13:06:32

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં રાજકીય ગરમાવો ફરી તેજ થયો છે. ચારે બાજુ આ વાતની ચર્ચા થઇ રહી છે કે ત્યાં તખતાપલટો થઇ શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં પણ તે અંગેની અટકળો થઇ રહી છે કે વડાપ્રધાન ઇમરાન ખાનની ખુરશી જઇ શકે છે. સોશિયલ મીડિયાથી લઇ રાજકીય વર્તુળોમાં પણ દરેક જગ્યાએ આ જ ચર્ચા થઇ રહી છે. આ અટકળોની શરૂઆત ગત સપ્તાહે પાક. આર્મી ચીફ જનરલ જાવેદ બાજવા અને ઇમરાન ખાન વચ્ચેની મુલાકાત બાદથી થવા માંડી છે. ચર્ચા ત્યારે જોર પકડવા લાગી જ્યારે ઇમરાન ખાને કહ્યું કે તેઓ જરૂરી કામ માટે બે દિવસ રજા પર જઇ રહ્યા છે. ઇમરાનની દલીલ હતી કે તેઓ સતત કામ કરી રહ્યા હોવાથી તેમને બ્રેક જોઇએ. પાકિસ્તાની અખબાર જંગેતેના રિપોર્ટમાં લખ્યું કે આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા અને વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે બે મહિના પછી થયેલી મુલાકાત પર બધાની નજર હતી. મુલાકાત દરમિયાન બંનેની બોડી લેન્ગવેજમાં બહુ અંતર જોવા મળ્યું.

પાકિસ્તાને સોમવારે પરમાણુ શસ્ત્રો લઇ જવા સક્ષમ શાહીન-1 મિસાઇલનું પરીક્ષણ કર્યું. જમીનથી જમીન પર મારક ક્ષમતા ધરાવતી બેલાસ્ટિક મિસાઇલ 650 કિમી સુધી પ્રહાર કરી શકે છે. ભારતનાં ઘણાં શહેર તેની રેન્જમાં આવી શકે છે. પાક. સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ મુજબ શાહીન-1 મિસાઇલ 650 કિમી સુધી દરેક પ્રકારના શસ્ત્રો લઇ જવામાં સક્ષમ છે.

adv

Related News

post
post
post
post
post
post
post