• Home
  • News
  • અમદાવાદ જિલ્લામાં સોમવારે 40 અને મંગળવારે કોરોનાના 9 કેસ પોઝિટિવ
post

દોઢ મહિના અગાઉ એક જ દિવસમાં કોરોનાના 34 કેસ નોંધાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 10:07:43

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં સોમવારે પ્રથમવાર 40 કેસ નોંધાયા હતા જ્યારે મંગળવારે 9 કેસ હતા. જિલ્લા સી.ડી.એચ.ઓ કેસની વિગત છુપાવતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, દોઢ મહિના અગાઉ એક જ દિવસમાં 34 કેસ નોંધાયા હતા.

જિલ્લામાં સોમવારે સૌથી વધુ ધંધુકા તાલુકામાં દસ કેસ નોંધાયા હતા. જિલ્લા આરોગ્ય વિભાગે જારી કરેલી આંકડાકીય માહિતી મુજબ અમદાવાદ જિલ્લામાં સોમવારે કોરોના પોઝિટિવના કુલ 40 કેસ નોંધાયા હતા. જિલ્લામાં કોરોનાના કેસ વધુ બહાર આવે તે માટે લોકોના કોરોના પોઝિટિવ ના વધુને વધુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસે આશંકા વ્યક્ત કરી છે કે, મોટા પાયે આરોગ્ય ટેસ્ટિંગની કામગીરી ચાલતી હોય તો બીજા દિવસે પણ વધુ કેસ બહાર આવવા જોઈએ. પરંતુ મંગળવારે માત્ર નવ કેસ નોંધાયા હતા. જેથી જિલ્લા સી.ડી.એચ.ઓ દ્વારા આંકડાકીય માહિતી છુપાવાતી હોવાનું મનાય છે. આ અંગે ઇન્ચાર્જ સી.ડી.એચ.ઓ શિલ્પા યાદવ કોઈપણ પ્રકારનો ખુલાસો કરી શક્યા ન હતા.

જિલ્લાના તત્કાલીન ઇન્ચાર્જ સી.ડી.એચ.ઓ સતીશ મકવાણા પણ કોઈપણ પ્રકારની માહિતી આપતા ન હતા. આવી જ રીતે વર્તમાન ઇન્ચાર્જ સી.ડી.એચ.ઓ શિલ્પા યાદવ પણ પણ સરકારના ઈશારે આંકડાકીય માહિતી આપવાનું ટાળી રહ્યા છે. સી.ડી.એચ.ઓ શિલ્પા યાદવે ખુલાસો કરવાની જવાબદારી ડીડીઓની હોવાનું જણાવી પોતે છટકી ગયા હતા. જિલ્લામાં કોરોના ના કેસો ની વિગતો છૂપાવવામાં આવતી હોવાનો કોંગ્રેસે વારંવાર આક્ષેપ કર્યો છે જીલ્લા પંચાયત ભાજપના કેટલાક સભ્યોએ પણ નામ નહીં આપવાની શરતે કયુ કે ઇન્ચાર્જ સી.ડી.એચ.ઓ શિલ્પા યાદવની નબળી કામગીરી અંગે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. દોઢ માસ અગાઉ એક જ દિવસમાં 36 કેસ નોંધાયા બાદ મંગળવારે માત્ર 9 કેસ નોંધાતા ટેસ્ટિંગ ઘટાડાયું હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post