• Home
  • News
  • અમદાવાદમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા કોર્પોરેટરના પુત્રને ટિકીટ આપી પણ પૂર્વ મેયર અમિત શાહના પુત્રને નહીં, 8 વોર્ડમાં હોદ્દેદારોની પત્નીઓને પણ ટિકિટ અપાઈ
post

પાંચ ટર્મથી ચૂંટાઈ આવતા સિનિયર નેતા અમિત શાહના પુત્રને અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પુત્રને ટિકિટ આપવામાં આવી નથી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-05 11:44:58

ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સગાને ટિકિટ નહીં આપવાની જાહેરાત કરી હતી. પરંતુ સંખ્યાબંધ ભાજપના 8 હોદ્દેદારોની પત્નીઓને પણ ટિકિટ આપવામાં આવી છે. થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા રામોલ-હાથીજણ વોર્ડના કોર્પોરેટર અતુલ પટેલ ભાજપમાં જોડાયા હતાં. તેમના પુત્રને પણ ટિકિટ આપવામાં આવી છે. જોકે આની સામે પાંચ ટર્મથી ચૂંટાઈ આવતા સિનિયર નેતા અમિત શાહના પુત્રને અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પુત્રને ટિકિટ આપવામાં આવી નથી.

કુબેરનગર વોર્ડમાં પણ ફકીર વાઘેલાની ભત્રીજી મનીષા વાઘેલાને ટિકિટ અપાઈ છે. જ્યારે નરોડામાં પૂર્વ ડેપ્યુટી મેયર કલ્પનાબેન ભટ્ટની પુત્રી વૈશાલી જોષીને ટિકિટ આપવામાં આવી છે.

આ હોદ્દેદારોની પત્નીઓને ટિકિટ અપાઈ

નામ

વોર્ડ

બકુલા મનીષ એન્જિનિયર

વિરાટનગર

સરોજ સોલંકી

બાપુનગર

અલકા મિસ્ત્રી

નરોડા

રાજશ્રી પટેલ

ચાંદલોડિયા

મીનુ ઠાકોર

ઓઢવ

ચાંદની પટેલ

લાંભા

 

adv

Related News

post
post
post
post
post
post
post