• Home
  • News
  • કોરોના દેશમાં:દલાઈ લામાએ કોરોના વેક્સિન લીધી, મહારાષ્ટ્રમાં બેકાબુ થયો કોરોના, એક દિવસમાં 10 હજાર કરતાં વધુ નવા દર્દી વધ્યા
post

દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનના સંક્રમિત લોકોનો આંકડો 200ને પાર

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-06 11:42:55

તિબેટિયન બૌદ્ધ ધર્મ ગુરુ દલાઈ લામાએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આજે લીધો છે. અહીં ઝોનલ હોસ્પિટલમાં વેક્સિન લગાવ્યા પછી દલાઈલામાએ ડોક્ટર્સ અને હેલ્થ સ્ટાફનો આભાર માન્યો છે. તેમણે વેક્સિન લેવા માટે અન્ય લોકોને પણ અપીલ કરી છે.

સમગ્ર દેશમાં કોરોના વાઈરસના કારણે સ્થિતિ ખરાબ થતી જાય છે. અત્યાર સુધીમાં 240 દર્દીઓની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા છે. આ નવો સ્ટ્રેન ખૂબ ખતરનાક છે અને ઝડપથી ફેલાઈ રહ્યો છે. UK, બ્રાઝિલ અને અમેરિકા પણ આ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. આ નવા સ્ટ્રેનથી હવે એવા લોકોમાં પણ સંક્રમણ ફેલાઈ રહ્યું છે જેમની વિદેશ જવાની કોઈ હિસ્ટ્રી નથી.

આ દરમિયાન મહારાષ્ટ્રમાં ફરીથી કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. એક જ દિવસમાં સંક્રમણની સ્પીડમાં 250%નો વધારો જોવા મળ્યો છે. શનિવારે રાજ્યમાં 10,216 લોકો સંક્રમિત નોંધાયા છે. 5 મહિના પછી પહેલીવાર એક જ દિવસમાં 10 હજારથી વધારે કોરોના સંક્રમિતો નોંધાયા છે. આ પહેલાં 17 ઓક્ટોબરે 10,259 લોકો પોઝિટિવ નોંધાયા હતા.

રાજ્યના સ્વાસ્થય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 6,467 લોકો રિકવર થયા છે અને 53 લોકોના મોત થયા છે. અત્યાર સુધી રાજ્યમાં 21 લાખ 98 હજાર 399 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 20 લાખ 55 હજાર 951 લોકો ઠીક થયા છે, જ્યારે 52 હજાર 393 દર્દીઓના મોત થયા છે. 88 હજાર 838 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

વેક્સિન લેનારનો આંકડો આજે 2 લાખને પાર થશે
દેશમાં અત્યાર સુધી 1.90 કરોડ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. આજે આ આંકડો 2 કરોડને પાર થઈ જશે. ભારત દુનિયાનો 5માં નંબરનો દેશ છે, જ્યાં સૌથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવે છે. અહીં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન ડ્રાઈવ શરૂ થઈ છે. અમેરિકા પછી ભારત એક માત્ર એવો દેશ જ્યાં રોજ 10 લાખથી વધારે લોકોને વેક્સિન ડોઝ આપવામાં આવે છે. અમેરિકામાં રોજના 20 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.

ટેસ્ટિંગનો આંકડો 22 કરોડ, 24 કલાકમાં 18 હજાર દર્દી મળ્યા
ટેસ્ટિંગનો આંકડો 22 કરોડને પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં 22 કરોડ 3 લાખથી વધારે લોકોની તપાસ કરી લેવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 18 હજાર 292 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 14 હજાર 162 લોકો રિકવર થયા છે અને 109 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 1 કરોડ 11 લાખ 91 હજાર લોકો સંક્રમિત નોંધાયા છે. તેમાંથી 1 કરોડ 8 લોકો સાજા થયા છે. જ્યારે 1 લાખ 57 હજાર 693 દર્દીઓના મોત થયા છે. 1 લાખ 77 હજાર 389 દર્દીઓની પણ સારવાર ચાલી રહી છે.

કોરોના અપડેટ્સ

·         મધ્યપ્રદેશના ઈન્દોરમાં વાઈરસનો નવો સ્ટ્રેન પ્રવેશી રહ્યો છે. નોડલ કોવિડ અધિકારી અમિત માલકારે જણાવ્યું છે કે, 20 ફેબ્રુઆરીએ તપાસ માટે મોકલવામાં આવેલા 106 સેમ્પલમાંથી 6માં યુકે સ્ટ્રેન જોવા મળ્યો છે. આ દર્દીઓમાં 10થી 15 ફેબ્રુઆરી વચ્ચે સંક્રમણ થયો હોવાનો ખુલાસો થયો છે. તેમાં કોઈ પણ દર્દીની વિદેશ જવાની હિસ્ટ્રી નથી.

·         દેશમાં અંદાજે 180 જિલ્લાઓમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ફરી વધારો થઈ રહ્યો છે. જોકે તેમાં 34 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 10 દિવસની અંદર નવા દર્દીઓની સંખ્યા સીધી બમણી થવા લાગી છે. તેમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રના 6 જિલ્લામાં, પંજાબના 5, કેરળ અને ગુજરાતના 4-4 જિલ્લા અને મધ્યપ્રદેશના 3 જિલ્લા સામેલ છે.

·         મધ્યપ્રદેશના ઈન્દોરમાં માસ્ક ન પહેરવાથી હવે રૂ. 100નો દંડ લાગુ કરી દેવામાં આવ્યો છે. નગર નિગમના એડિશનલ કમિશ્નર દેવેન્દ્ર સિંહે આ વિશે માહિતી આપી છે.

·         વેક્સિન મૈત્રી અંતર્ગત બારતમાં તૈયાર કોરોનાની વેક્સિન યુગાન્ડા પહોંચી ગઈ છે. યુગાન્ડાની સરકારે તે માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે.

·         પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. આ દરમિયાન તેમણે ડોક્ટર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને અપીલ કરી છે કે, તેઓ પણ કોરોના વેક્સિન લઈ લે.

·         6 રાજ્યોની સ્થિતિ

·         1. મહારાષ્ટ્ર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 હજાર 216 કોરોના સંક્રમિત નોંધાયા છે. 6,467 લોકો રિકવર થયા અને 53 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 21 લાખ 98 હજાર 399 લોકો સંક્રમિત થયા છે. તેમાં 20 લાખ 55 હજાર 951 લોકો સાજા થયા છે, જ્યારે 52 હજાર 393 દર્દીઓના મોત થયા છે. 88 હજાર 838 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

·         2. કેરળ
રાજ્યમાં શુક્રવારે 2,776 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે, 3,638 લોકો રિકવર થયા થે અને 16ના જીવ ગયા છે. અત્યાર સુધી અહીં 10 લાખ 72 હજાર 437 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 10 લાખ 24 હજાર 309 લોકો સાજા થયા છે. જ્યારે 4272 દર્દીઓના મોત થયા છે. 43 હજાર 559 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

·         3. મધ્યપ્રદેશ
રાજ્યમાં શુક્રવારે 457 નવા સંક્રમિત કેસની ઓળખ થઈ છે. 308 લોકો રિકવર થયા છે. અત્યારે 2 લાખ 63 હજાર 747 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 2 લાખ 56 હજાર 424 લોકો સાજા થયા છે. જ્યારે 3866 દર્દીઓના મોત થયા છે. 3457 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

·         4. ગુજરાત
રાજ્યમાં શુક્રવારે 515 લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે. 405 લોકો રિકવર થયા છે અને 1નો જીવ ગયો છે. અત્યાર સુધીમાં 2 લાખ 72 હજાર 240 લોકો સંક્રમિત થયા ઠછે. તેમાં 2 લાખ 64 હજાર 969 લોકો સાજા થયા છે. જ્યારે 4413 દર્દીઓના મોત થયા છે. 2858 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

·         5) રાજસ્થાન
રાજ્યમાં શુક્રવારે 195 લોકો સંક્રમિત થયા છે. 119 લોકો રિકવર થયા છે અને 1 નો જીવ ગયો છે. અત્યાર સુધીમાં 3 લાખ 21 હજાર 123 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 3 લાખ 16 હજાર 750 લોકો સાજા થયા છે. જ્યારે 2789 દર્દીના મોત થયા છે. 1584 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

·         6) દિલ્હી
દેશના પાટનગરમાં શુક્રવારે 312 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. 231 લોકો રિકવર થયા છે અને 3 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 6 લાખ 40 હજાર 494 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 6 લાખ 27 હજાર 797 લોકો સાજા થયા છે. જ્યારે 10 હજાર 918 દર્દીઓના મોત થયા છે. 1779 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post